ફ્રાંસમાં કોરોનાનું સંક્રમણ વધ્યું: 24 કલાકમાં 5429 કેસ નોંધાયા

દુનિયામાં કોરોના વાયરસ સંક્રમીતોની સંખ્યા વધીને 2.43 કરોડને પાર થઇ ગઇ છે જ્યારે મૃતકઆંક 8.30 લાખથી વધુ છે. તેની વચ્ચે ફ્રાંસમાં સંક્રમણના કેસોમાં ફરી વધારો જોવા મળી રહ્યો છે. ત્યાં માત્ર 24 કલાકમાં 5429 નવા કેસ નોંધાયા છે જ્યારે લેટિન અમેરિકા દેશોમાં મોતના આંકડા સતત વધી રહ્યા છે.

ફ્રાંસીસ સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર જ્યાં બીજી વાર લોકડાઉન હટાવામાં આવ્યો ત્યાં નવા કેસોમાં ઝડપી વધારો થઇ રહ્યો છે. આ સિવાય કેટલાક એવા ક્ષેત્ર પણ સામે આવ્યા છે હજુ પણ દેશમાં વધુ જોખમવાળા કેન્દ્ર બનેલા છે. મંત્રાલયએ જણાવ્યું કે એપ્રિલ બાદ કેટલાક વિસ્તારોમાં કેસો ઝડપથી વધ્યા છે અને જરુરત પડશે તો ફરી લોકડાઉન લગાવવામાં આવશે. આ રીતે લેટિન અમેરિકી દેશોમાં સંક્રમણ હજુ પણ ઓછુ થયું નથી. અમેરિકામાં 60.1 લાખ સંક્રમીતોની વચ્ચે 1.83 લાખથી વધુના મોત થઇ ચૂક્યા છે. ત્યાં બ્રાઝીલમાં 37.22 કેસો છે જેમાં 1.10 લાખથી વધુ લોકોના મોત થઇ ગયા છે. 

યુરોપીયન દેશ સંક્રમણના બીજા તબક્કાનો સામનો કરી રહ્યું છે. જ્યાં સ્પેનમાં 3594 નવા કેસ 24 કલાકમાં સામે આવ્યા. ત્યાં બ્રીટનના હેલ્થ કેર કેન્દ્રોમાં પણ કેસો વધ્યા છે. મૌડ્રિકમાં સ્વાસ્થ્ય ઓફીસરોની બેઠકમાં વેકિસનની ક્ષમતા સિવાય ઉપલબ્ધ દવાઓ વિશે વિચાર કરવામાં આવશે. 

સ્પેન, ફ્રાંસ અને જર્મનીમાં લોકડાઉન હટાવ્યા બાદ ફરી એકવાર ઝડપથી કેસોમાં વધારો થઇ રહ્યો છે. સિયોલ દક્ષિણ કોરીયામાં કહેર વધી રહ્યો છે. 7 માર્ચ બાદ પહેલીવાર દેશમાં 441 નવા કેસો નોંધાયા છે. દેશમાં કુલ સંક્રમીતોની સંખ્યા 18265 સુધી પહોંચી ચૂકી છે. હજુ સુધીમાં 312 દર્દીઓના મોત થયા છે

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution