દિલ્હી,
ભારતમાં ઝડપથી ફેલાય રહ્યો છે કોરોનાઃ મૃત્યુદરમાં એક સપ્તાહમાં ૨૮.૫ ટકાનો વધારોઃ બીજા દેશો કરતા વૃદ્ધિદર ૩ ગણો
કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય તરફથી જારી આંકડાઓ અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં ૧૭૨૯૬ નવા કેસ સામે આવ્યા છે. અને ૪૦૭ લોકોના મોત થયા છે. આ સાથે કનિદૈ લાકિઅ દેશભરમાં કોરોના પોઝીટીવ કેસની સંખ્યા ૪૯૦૪૦૧ની થઈ ગઈ છે. જેમાં ૧૮૯૪૬૩ સક્રિય છે અને ૨૮૫૬૩૭ દર્દીઓ સાજા થયા છે કે તેમને હોસ્પીટલમાંથી રજા ક આપવામાં આવી છે.
અત્યાર સુધીમાં કુલ ૧૫૩૦૧ લોકોના મોત થયા છે. ભારતમાં ઝડપથી ફેલાય રહ્યો છે કોરોના વાયરસ. વિશ્વમાં તે ઝડપથી ફેલાય રહ્યો છે. ઓવર વર્લ્ડના ડેટા અનુસાર છેલ્લા એક સપ્તાહમાં કુલ કેસમાં ૨૮.૫ ટકાનો વધારો જોવા મળ્યો છે. જ્યારે સૌથી વધુ અસરગ્રસ્ત અમેરિકા, બ્રાઝીલ અને રૂસમાં વૃદ્ધિ દર ઓછો રહ્યો છે. અમેરિકા અને રૂસના મુકાબલે ભારતમાં વૃદ્ધિ દર લગભગ ૩ ગણો વધુ રહ્યો છે. આ સિવાય એક સપ્તાહમાં દેશમાં મૃત્યુ દર પણ વધ્યો છે. છેલ્લા એક સપ્તાહમાં તેલંગણા, આંધ્ર, કર્ણાટક, દિલ્હી, મહારાષ્ટ્ર અને યુપીમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. તેલંગણામા ૧૦ દિવસમાં તો આંધ્રમાં ૧૩ દિવસમાં કેસ ડબલ થયા છે. હરીયાણા, પ.બંગાળ અને યુપીમાં બે દિવસમાં ઘણા કેસ વધ્યા છે.
ભારતમાં કોરોનાનો પુરૂષો વધુ શિકાર બને છે પરંતુ મહિલાઓનો ખતરો ઓછો છે. ગ્લોબલ હેલ્થ સાયન્સના અભ્યાસ અનુસાર ૧૦૦ સંક્રમિતોમાં ૬૬ પુરૂષો અને ૩૩ મહિલાઓ છે, પરંતુ ૩.૩ મહિલા દર્દીઓના મોત થયા છે. જ્યારે પુરૂષોમાં મૃત્યુ દર માત્ર ૨.૯ ટકા છે. ભારતમાં દુનિયાના મુકાબલે મૃત્યુ દર ઘણો ઓછો છે પરંતુ છેલ્લા ૧ સપ્તાહમાં વધારો જોવા મળ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર મરનારાની સંખ્યા ગત સપ્તાહના મુકાબલે ૨૨ ટકા વધી છે.