અમેરિકામાં કોરોનાનું તાડંવ, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પહેલીવાર પહેર્યો માસ્ક

અમેરિકા-

અમેરિકામાં કોરોના વિસ્ફોટમાં 1.34 લાખ લોકોના મોત બાદ આખરે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે માસ્ક પહેરવો પડ્યો. ઘણા મહિનાઓથી ચહેરાપર માસ્ક ન લગાવી રહેલા ટ્રમ્પ શનિવારે પહેલી વાર નાક અને મોં ઢાંકેલા જોવા મળ્યા હતા. ઘાયલ સૈનિકોને જોવા વોલ્ટર રીડ પહોંચેલા ટ્રંમ્પે કાળા રંગનો માસ્ક પહેર્યો હતો.

ટ્રમ્પે માસ્ક પહેરવા વિશે મીડિયા લોકોને જણાવ્યું હતું કે"જ્યારે તમે હોસ્પિટલમાં હોવ ત્યારે માસ્ક પહેરવાનું સારું છે, ખાસ કરીને જ્યારે તમે ઓપરેશન ટેબલ પરથી આવેલા લોકો સાથે વાત કરી રહ્યા હોવ ત્યારે,". મેં ક્યારેય માસ્કનો વિરોધ કર્યો નથી, પરંતુ મારું માનવું છે કે તેનો ઉપયોગ યોગ્ય સમય અને જગ્યાએ થવો જોઈએ. '' 

પ્રેસ કોન્ફરન્સ, કોરોના વાયરસ ટાસ્ક ફોર્સ અપડેટ્સ, રેલીઓ અને જાહેર સભાઓ પહેલાં ટ્રમ્પ ક્યારેય માસ્ક પહેરેલા જોવા મળ્યા ન હતા. સીએનએનના અહેવાલ મુજબ ટ્રમ્પે ઘણી લોબિંગ કર્યા પછી આ નિર્ણય લીધો છે. ઘણા નિષ્ણાતોએ રાષ્ટ્રપતિને સલાહ આપી હતી કે તેમનો માસ્ક પહેરવાથી તેમના સમર્થકોને પણ આવું કરવા પ્રોત્સાહન મળશે. 

અમેરિકા વિશ્વનો સૌથી વધુ કોરોનાથી પ્રભાવિત દેશ છે. શુક્રવારે અમેરિકામાં આશરે 69 હજાર કેસ નોંધાયા હતા. અત્યાર સુધીમાં 30 લાખથી વધુ લોકોને ચેપ લાગ્યો છે અને 1.34 લાખ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. 

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન સહિત વિશ્વભરના આરોગ્ય નિષ્ણાતો કોરોના વાયરસને રોકવા માટે માસ્ક પહેરવાની ભલામણ કરે છે. માસ્ક ઉપરાંત, સામાજિક અંતર, સાબુથી વારંવાર હાથ ધોવા અથવા સેનિટાઈઝરથી સાફ કરવું પણ રોગચાળો અટકાવે છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution