દેશમાં કોરોનાને પછડાટ: દોઢ મહિનામાં પોઝીટીવ રેટ ઘટયો

દિલ્હી-

દેશભરમાં ત્રાટકેલા વૈશ્ચિક કોરોના વાઇરસની ઓગષ્ટ માસમાં પીછેહઠ જોવા મળી છે. છેલ્લા દોઢ માસમાં પોઝીટીવ રેટ ઘટી રહ્યો છે. અગાઉ દેશમાં કોઇપણ રાજ્યમાં 14 થી 5 ટકાથી ઓછો રેટ હોય તેને ગ્રીન ઝોન ગણાવાનો હતો. આનાથી ઉપરના રેટ રેડ ઝોનમાં ગણવામાં આવે છે દેશમાં દોઢ માસમાં પોઝીટીવ રેટની સંખ્યા ઘટી રહી છે.

દેશમાં ગત 11 જુલાઇથી 28 જુલાઇ સુધી 11.23 ટકા રેટની સરખામણી 14મી ઓગષ્ટે 8.84 ટકા પહોંચેલ છે. હાલ મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, કર્ણાટક, છતીસગઢ અને પશ્ર્ચિમ બંગાળની હાલત ચિંતાજનક છે. 14મી ઓગષ્ટ બાદ દિલ્હીમાં ફરી રેટ 6 ટકાથી વધવા લાગ્યો છે. છત્તીસગઢમાં પણ કેસ વધી રહ્યા છે. જ્યારે તામિલનાડુ રેટની સંખ્યા ઘટી રહી છે.

દેશમાં ગઇકાલ શુક્રવાર સુધી 34 લાખ કેસમાં રર ટકા એકલા મહારાષ્ટ્ર નોંધાયા છે જ્યાં 14 દિવસમાં પોઝીટીવ રેટ 20 ટકાથી વધુ છે 1 થી 14 ઓગષ્ટ વચ્ચે ઘટીને 16.5 ટકા થયા બાદ ફરી ઓગષ્ટના 14 દિવસને બાદ કરતા પમી જુન કે બાદ પોઝીટીવ રેટ સતત 20 ટકાથી વધુ રહ્યો હતો.


સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution