કારતિકી પૂનમ દેવદિવાળીના દિવસે છેલ્લા ર૮૩ વર્ષથી પરંપરાગત રીતે આન-બાન અને શાન સાથે નીકળતો ભગવાન નરસિંહજીનો વરઘોડો આ વર્ષે કોરોના મહામારીને કારણે ગાઈડલાઈન મુજબ સાદગીપૂર્વક વાહનમાં નીકળ્યો હતો. જૂજ ભક્તો અને મંદિર પરિવારના સભ્યોની ઉપસ્થિતિમાં બપોરે તુલસીવાડી ખાતે માતા તુલસીજી સાથે શાસ્ત્રોક્તવિધિ સાથે લગ્નવિધિ સંપન્ન બાદ સાંજે પાંચ વાગે ભગવાન નીજમંદિરે શણગારેલા વાહનમાં પરત ફર્યા હતા.