વડોદરા : કોરોનાની સેકન્ડ વેવે હાહાકાર મચાવ્યો છે. છેલ્લા દોઢ બે મહિનાથી સતત વધી રહેલા કેસોમાં બે દિવસથી ઘટાડો થતાં તંત્રે રાહત અનુભવી છ. સેકન્ડ વેવમાં પીક પર પહોંચ્યા બાદ હવે કોરોનાનું જાેર ઘટી રહ્યું હોવાનું મનાઈ રહ્યું છે. વિતેલા છેલ્લા ર૪ કલાકમાં કોરોના અને શંકાસ્પદ કોરોનાની સારવાર લઈ રહેલા ૧૬૦ લોકોના મોત થયા છે. જાે કે, તંત્રના જણાવ્યા મુજબ વધુ ૧૨ મોત સાથે અત્યાર સુધી સત્તાવાર
મૃત્યુઆંક ૪૦૭ થયો છે. આજે સતત બીજા દિવસે પોઝિટિવ કેસોની સંખ્યા ઘટીને ૯૬૭ થઈ છે. હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યામાં પણ ઘટાડો થયો છે. શુક્રવારે ૯૮૯ પોઝિટિવ કેસ નોંધાયા બાદ શનિવારથી તેમાં ઘટાડો થયો છે. શનિવારે પોઝિટિવ કેસોની સંખ્યા ૯૭૫ નોંધાઈ હતી. જ્યારે આજે સતત બીજા દિવસે ઘટાડો થયો હતો. વિતેલા ર૪ કલાકમાં શંકાસ્પદ કોરોનાની સારવાર લઈ રહેલા ૧૬૦ લોકોનાં મોત થયાં છે.
જાે કે, તંત્ર દ્વારા વધુ ૧૨ મોત સાથે અત્યાર સુધી વડોદરા શહેર જિલ્લામાં સત્તાવાર મૃત્યુઆંક ૪૭૦ થયો હોવાનું જણાવ્યું હતું. વડોદરા શહેર જિલ્લામાં વિતેલા ર૪ કલાકમાં કોરોનાના ટેસ્ટ માટે લેવામાં આવેલા ૧૦,૦૭૨ સેમ્પલો પૈકી ૯૬૭નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને ૯૧૦૫નો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. જ્યારે ૯૯૬૬ એક્ટિવ કેસ પૈકી ૫૭૧ ઓક્સિજન સપોર્ટ પર અને ૩૫૮ દર્દીઓ વેન્ટિલેટર ઉપર સારવાર હેઠળ છે, જ્યારે ૯૦૩૭ સ્ટેબલ છે.શહેર જિલ્લામાં આજે વધુ ૫૩૪ દર્દીઓ સંપૂર્ણ સ્વસ્થ થતાં ડિસ્ચાર્જ આપવામાં આવ્યા હતા. આમ અત્યાર સુધીમાં ૪૨૦૧૦ ને રજા આપવામાં આવી છે. જ્યારે ૯૭૮૯ દર્દીઓ હાલ હોમ કવોરન્ટાઈન છે. પોઝિટિવ આવેલા કુલ દર્દીઓ પૈકી સૌથી વધુ ૧૮૩૫૧ દર્દીઓ ગ્રામ્ય વિસ્તારના છે, જ્યારે શહેરના પૂર્વ ઝોનમાં ૭૫૦૬, પશ્ચિમ ઝોનમાં ૮૭૦૨, ઉત્તર ઝોનમાં ૯૧૧૦ અને દક્ષિણ ઝોનમાં ૮૭૪૧ કેસ નોંધાયા છે અને ૩૬ કેસ જિલ્લા કે રાજ્ય બહારના છે.ધન્વંતરિ આરોગ્ય રથના માધ્યમથી પાલિકાના આરોગ્ય વિભાગની ટીમો દ્વારા કરાઈ રહેલા આરોગ્ય સર્વેમાં આજે પર (બાવન) તાવના અને ૧૯૨ શરદી, ખાંસીના દર્દીઓ જણાઈ આવતાં સ્થળ પર જરૂરી દવાઓ આપવામાં આી હતી. આમ બે દિવસથી પોઝિટિવ કેસોની સંખ્યામાં ઘટાડો થતાં કોરોનાનું જાેર ઘટી રહ્યાનું મનાઈ રહ્યું છે. સેકન્ડ વેવમાં પીક પર પહોંચેલા કોરોનાના કહેર વચ્ચે મે મહિનાના પ્રથમ અઠવાડિયામાં હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા ૧૧,૦૦૦ ઉપર પહોંચી હતી, સાથે ઓક્સિજન અને વેન્ટિલેટરની જરૂરિયાતવાળા દર્દીઓની સંખ્યા પણ વધી હતી. જાે કે, બે દિવસથી હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા ઘટીને ૯૯૯૯ થઈ છે, જ્યારે કુલ ૧૪૦૯૩ બેડ પૈકી ૪૦૯૪ વેકન્ટ હોવાનું તંત્રે જણાવ્યું હતું.
યુવાન દર્દીઓમાં પોઝિટિવ કેસોની સંખ્યા વધુ
કોરોનાના કહેર વચ્ચે સેકન્ડ વેવમાં છેલ્લા દોઢ બે મહિનાથી કોરોનાના કેસોમાં અચાનક વધારો થયો છે ત્યારે શહેર જિલ્લામાં અત્યાર સુધી પોઝિટિવ આવેલા ૫૨૪૪૬ દર્દીઓ પૈકી ૧૧૦૩૯ કેસ ૩૧ થી ૪૦ વર્ષની વચ્ચે નોંધાયા છે. આમ પોઝિટિવ આવેલા કેસોમાં સર્વાધિક યુવાનો છે. શહેર જિલ્લામાં અત્યાર સુધી ૫૨૪૪૬ પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં ૩૨૮૨૧ પુરુષ અને ૧૯૬૨૫ મહિલા દર્દીઓ પૈકી ૪૨૦૧૦ સંપૂર્ણ સ્વસ્થ થતાં રજા આપવામાં આવી છે. જાે કે, પોઝિટિવ આવેલામાં ૧૧૦૩૯ દર્દીઓ ૩૧ થી ૪૦ વર્ષની વચ્ચેના છે જે પૈકી ૮૭૯૫ સંપૂર્ણ સ્વસ્થ થતાં તેઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યા છે. જ્યારે ૪૧ થી પ૦ ની વચ્ચે અત્યાર સુધી ૯૮૨૨ પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં ૭૯૬૧ રિકવર થતાં ડિસ્ચાર્જ આપવામાં આવ્યા છે. તો ર૧ થી ૩૦ વર્ષની વચ્ચે ૯૫૯૪ પોઝિટિવ કેસ પૈકી ૭૪૮૫ રિકવર થયા છે જ્યારે ૫૧ થી ૬૦ વચ્ચે ૮૭૩૮નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો જે પૈકી ૭૩૪૬ રિકવર થતાં ડિસ્ચાર્જ આપવામાં આવ્યા છે.
રેમડેસિવિરની માગ છતાં ૧૦૦૦ ફાળવાયા
શહેરમાં હજુ પણ રેમડેસિવિર ઈન્જેકશનોની અછત વર્તાય છે. રવિવારે ૨૨૦ હોસ્પિટલોને ૧૦૦૦ ડોઝ રેમડેસિવિરના ઈન્જેકશનો અપાયા હતા. રેમડેસિવિરની ફાળવણીના નોડલ અધિકારી આર.બી.ત્રિવેદીના જણાવ્યા મુજબ શહેર-જિલ્લાની ૨૨૦ હોસ્પિટલ દ્વારા ૫૩૧૭ પેશન્ટ માટે ૨૧,૨૧૬ રેમડેસિવિરની માગ કરવામાં આવી હતી. જેમને કુલ ૧૦૦૦ ઈન્જેકશન ફાળવી આપ્યા હતા. જાે કે, યાદી મુજબ હજુ પણ ઈન્જેકશનનો મોટો જથ્થો મોટી કોર્પોરેટ હોસ્પિટલોને વધુ જતો હોવાનું બહાર આવ્યું છે, માગ ગમે તેટલી રેમડેસિવિર ઈન્જનેકશનોની શહેર-જિલ્લામાંથી થતી હોય પરંતુ સરકારી તંત્ર દ્વારા ૧૧૦૦ની આસપાસની સંખ્યામાં જ જથ્થો આપવામાં આવે છે. એમાંય આજે તો રોજના ૧૧૦૦ને બદલે માત્ર ૧૦૦૦ ડોઝ ફાળવાયા હતા. ધીરે ધીરે ફાળવણીનો જથ્થો ઓછો કરવામાં આવી રહ્યો છે. હોસ્પિટલોએ પર૮ર માટે ર૧,૩૪૭ ઈન્જેકશનોની માગ કરી હતી પરંતુ માત્ર ૧૦૦૦ ફાળવાયા હતા.