નવી દિલ્હી
દેશભરમાં કોરોનાએ માઝા મૂકી છે ત્યારે હર એક લોકો કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે.27 માર્ચે કોરોના પોઝિટિવ મળી આવેલા સચિન તેંડુલકરને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેંડુલકરે ટ્વીટ કર્યું, 'તમારી પ્રાર્થના બદલ આભાર. તબીબી સલાહ હેઠળની સાવચેતી તરીકે, મને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. હું આશા રાખું છું કે થોડા દિવસોમાં ઘરે પાછા આવીશ. કાળજી લો અને બધાને સુરક્ષિત રાખો. '