દેશમાં કોરોના વિસ્ફોટઃ 24 કલાકમાં રેકોર્ડ 1.85 લાખથી વધુ નવા કેસ નોંધાયા

દિલ્હી-

દેશભરમાં કોરોનાનું સંક્રમણ બેકાબૂ બની રહ્યો છે અને કેસની સંખ્યાની સાથે જ મૃતકઆંક પણ ઉંચો જઈ રહ્યો છે. દેશમાં પહેલી વખત રેકોર્ડ સમાન ૧.૮૫ લાખથી પણ વધારે નવા કેસ સામે આવ્યા છે. આ સાથે જ દેશમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા ૧૩ લાખને પાર કરી ગઈ છે. છેલ્લા કેટલાક દિવસથી દરરોજ દેશમાં કોરોનાના ૧.૫ લાખથી વધારે પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે.

છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧.૮૫ લાખથી પણ વધારે કેસ નોંધાયા તેથી દેશમાં સંક્રમિતોનો આંકડો ૧.૩૮ કરોડને પાર પહોંચી ગયો છે. જ્યારે ૧,૦૦૦થી પણ વધારે લોકોના મોત સાથે કુલ મૃતકઆંક ૧,૭૨,૧૧૫ થઈ ગયો છે. છેલ્લા કેટલાક દિવસથી પોઝિટિવ કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે જ્યારે કોરોનાના દર્દીઓના સાજા થવાના દરમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે.

કોરોનાથી સૌથી વધારે પ્રભાવિત રાજ્ય મહારાષ્ટ્ર છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પણ કોરોનાના દર્દીઓનો ગ્રાફ ઝડપથી ઉંચો જઈ રહ્યો છે. કોરોના સંકટને કાબૂમાં લેવા માટે મહારાષ્ટ્રમાં 'બ્રેક ધ ચેઈન' અભિયાન અંતર્ગત ૧૫ દિવસ સુધી કલમ ૧૪૪ લાગુ રહેશે. આ દરમિયાન ફક્ત જરૂરી સેવા માટે જ ઘરેથી બહાર નીકળી શકાશે. 

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution