મુંબઈ-
દિલ્હી સહિત દેશના કેટલાક રાજ્યોમાં કોરોનાના કેસમાં થતા વધારાને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્ર સરકારે હવે NCR, રાજસ્થાન, ગુજરાત અને ગોવાથી આવતા લોકોને કોવિડ-19 નેગેટિવ રિપોર્ટ લાવવો ફરજિયાત કરી દીધો છે.
કોરોના મહામારી પર નિયંત્રણ માટે મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકારે આ પગલું લીધું છે. આ પગલાંની જાહેરાત કરતા મહારાષ્ટ્ર સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે હવે દિલ્હી-એનસીઆર, ગુજરાત, રાજસ્થાન અને ગોવામાંથી હવે ફક્ત તે પ્રવાસીઓને જ મહારાષ્ટ્રમાં પ્રવેશની પરવાનગી મળશે જેમની પાસે તેમનો કોવિડ ટેસ્ટ નેગેટિવ રિપોર્ટ હશે. આ શરત વિમાન અને ટ્રેન, બન્ને પ્રવાસીઓ પર લાગૂ પડશે. ફ્લાઇટની સ્થિતિમાં આ રિપોર્ટ લેન્ડિંગના 72 કલાક પહેલા કરાવવો ફરજિયાત હશે જ્યારે ટ્રેન માટે આ સમયસીમા 96 કલાકની રહેશે.