ભારત દેશમાં કોરોના ખૂબ ઝડપથી નથી ફેલાઈ રહ્યો પરંતુ જાખમ અકબંધ :who

જિનિવા,તા.૬

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનએ કોરોના સંક્રમણને અટકાવવાના ભારતના પ્રયત્નોની પ્રશંસા કરી છે. ડબલ્યુએચઓના જણાવ્યા પ્રમાણે, ભારતમાં સંક્રમણ ઝડપથી નથી ફેલાઈ રÌšં, પરંતુ તેનું જાખમ યથાયવત છે. એટલા માટે સાવધાન રહેવાની જરૂર છે. 

ડબલ્યુએચઓના સ્વાસ્થ્ય આપત્તિ કાર્યક્રમના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ડો.માઈકલ રિયાનના જણાવ્યા પ્રમાણે, ભારતમાં કોરોના કેસ ત્રણ અઠવાડિયામાં બમણા થઈ રહ્યા છે છે, પરંતુ મામલા સતત વધી રહ્યા છે. ભારત જ નહીં પરંતુ બાંગ્લાદેશ, પાકિસ્તાન અને દક્ષિણ એશિયાના ગીચ વસ્તીવાળા દેશોમાં પણ મહામારીની સ્થિતિ વિસ્ફોટક નથી, પરંતુ આવું થવાનું જાખમ છે. રિયાન ચેતવણી આપી કે જા સંક્રમણ સમુદાયના સ્તરે શરૂ થશે તો તે ખૂબ ઝડપથી ફેલાશે. 

રિયાનના જણાવ્યા પ્રમાણે, ભારતમાં લોકોની અવરજવર ફરીથી શરૂ થઈ ગઈ છે, આવી સ્થિતિમાં સંક્રમણ વધવાનું જાખમ છે. અહીં સ્થળાંતર કરનારાઓની સંખ્યા વધારે છે, શહેરી વિસ્તારોમાં ભીડ અને ઘણા લોકોને દરરોજ કામ પર જવા સિવાય બીજા કોઈ વિકલ્પ નથી જેવા મુદ્દાઓ પણ છે. 

ડબલ્યુએચઓના મુખ્ય વૈજ્ઞાનિક ડો. સોમ્યા સ્વામિનાથનના જણાવ્યા પ્રમાણે, ભારતમાં કોરોનાના જેટલા કેસ છે જે ૧૩૦ કરોડની વસ્તની હિસાબથી વધારે નથી. પરંતુ સંક્રમણ વધવાનો દર અને કેસ ડબલ થવાની ગતિ પર નજર રાખવી મહત્વપૂર્ણ છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution