કોરોનાના સંક્રમિતોની સંખ્યા 18 લાખને પારઃ મૃત્યુદરમાં ઘટાડો

દિલ્હી-

દેશમાં કોરોના વાઇરસના સંક્રમિતોની સંખ્યા 18 લાખને પાર થઈ ગઈ છે આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 52,972 નવા કેસ સામે આવ્યા છે અને 771 લોકોનાં મોત થયાં છે. દેશમાં કોવિડ-19ના સંક્રમણના દૈનિક ધોરણે 50,000થી વધુ નવા કેસ નોંધાઈ રહ્યા છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 18,03,695 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 38,135 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 11,86,203 લોકો માત આપી ચૂક્યા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 5,79,357એ પહોંચી છે. રિકવરી રેટ 65.76 ટકાએ પહોંચ્યો છે. દેશમાં મૃત્યદર ઘટીને 2.13 ટકા થયો છે. દેશમાં સ્વસ્થ થનારા લોકોનો દર 65.76 ટકા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે દેશમાં મૃત્યુદર ઘટીને 2.13 ટકા થયો છે. 

દેશમાં કોરોનાના અત્યાર સુધી બે કરોડ ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમા બીજી ઓગસ્ટ સુધી કોવિડ-19નાં ટેસ્ટિંગ બે કરોડથી વધુ કરવામાં આવ્યા હતાં. વિશ્વમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 1.8 કરોડ, 6.87 લાખથી વધુનાં મોત વિશ્વમાં અત્યાર સુધી 213 દેશોમાં કોરોના સંક્રમણ ફેલાયું છે. અમેરિકા, બ્રાઝિલ અને ભારત જેવા દેશોમાં કોરોનાની સંખ્યા ઝડપથી વધી રહી છે. અત્યાર સુધી 1.80 કરોડથી વધુ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને 6.87 લાખથી વધુનાં લોકોનાં મોત થયાં છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution