દિલ્હી-
કોરોનાવાઈરસ મહાબીમારીની ત્રીજી લહેર આવે એ પહેલાં દેશભરમાં ચિંતા ફરી વળી છે. એવામાં નિરાશ કરી દેનારા સમાચાર એ છે કે મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં બાળકોને કોરોના લાગુ થવાના કેસ વધી રહ્યા છે. છેલ્લા ત્રણ દિવસમાં મહારાષ્ટ્રના એહમદનગર જિલ્લામાં 248 બાળકોનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. આવી જ સ્થિતિ રાજસ્થાનના ડુંગરપુરમાં જોવા મળી છે. ત્યાં છેલ્લા અમુક દિવસોમાં 325 બાળકોને કોરોના થયો છે. રાજસ્થાનના દૌસા અને ડુંગરપુર જિલ્લાઓમાં અત્યાર સુધીમાં 600થી વધારે બાળકોને કોરોના થયો છે. આ બાળકો 18 વર્ષથી ઓછી વયનાં છે.