લાકડાઉનમાં છૂટછાટના પ્રથમ દિવસે જ કોરોના વિસ્ફોટ : ૮૧૭૧ પોઝિટિવ કેસ

ન્યુ દિલ્હી,તા.૨

દેશમાં હવે દરરોજ કોરોનાના ૮ હજારથી વધારે નવા કેસ નોંધાયા છે. મંગળવારે સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જારી રિપોર્ટ અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં ૮ હજાર ૧૭૧ નવા કેસ સામે આવ્યા છે અને આ જીવલેણ બીમારીની ચપેટમાં આવીને ૨૦૪ લોકોના મોત નીપજ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૩૭૦૯ લોકો સાજા થયા છે. 

દેશમાં કુલ સંખ્યા ૧ લાખ ૯૮ હજાર ૭૦૬ છે. જેમાંથી ૫ હજાર ૫૯૮ લોકોના મોત થઈ ચૂક્્યા છે. રાહતની વાત એ છે કે લગભગ ૫૦ ટકા એટલે તે ૯૫ હજાર ૫૨૭ દર્દી કોરોનાની જંગ જીતી ચૂક્્યા છે. અત્યારે દેશમાં કુલ એÂક્ટવ કેસની સંખ્યા ૯૭ હજાર ૫૮૧ છે. છેલ્લા કેટલાક દિવસોમાં દર્દીઓના સાજા થવાનો આંકડો તેજીથી વધી રહ્યો છે. કોરોનાથી સૌથી વધારે મહારાષ્ટÙ પ્રભાવિત છે. અહીં કુલ દર્દીઓનો આંકડો ૭૦ હજારને પાર કરી ગયો છે. અત્યાર સુધી ૨ હજાર ૩૬૨ લોકો પોતાનો જીવ ગુમાવી ચૂક્્યા છે જ્યારે ૩૦ હજારથી વધારે લોકો સાજા થઈ ચૂક્્યા છે. હજુ ૩૭ હજાર ૫૪૩ એÂક્ટવ કેસ છે. બીજા નંબરે તમિલનાડુ છે અહીં અત્યાર સુધી ૨૩ હજારથી વધારે કેસ સામે આવ્યા છે. જેમા ૧૮૪ લોકોના મોત નીપજ્યા છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution