અમેરિકામાં કોરોના વિસ્ફોટઃ 10 દિવસમાં 10 લાખ, ન્યૂયોર્કમાં ફરી લોકડાઉન લાગુ

ન્યુયોર્ક-

ન્યુયોર્કમાં ફરી લોકડાઉન લગાવવામાં આવ્યું છે. ન્યુ યોર્ક ગવર્નર એન્ડ્ર્યુ ક્યૂમોએ આદેશ જાહેર કરતા તમામ બાર અને રેસ્ટોરન્ટ્‌સને શુક્રવારે રાત્રે 10 વાગ્યાથી તત્કાલીન સંજાેગોને ધ્યાનમાં રાખીને બંધ કરવાના આદેશ આપ્યા છે. યુએસમાં હાલ કોરોનાની બીજી લહેરને લીધે કોરોના પોઝિટિવ કેસ સતત વધી રહ્યા છે. જાેકે ડેથ રેટ અને હોસ્પિટલાઇઝેશન રેટ સ્થિર રહ્યો હતો.

સાથે જ, તેમણે સ્થાનિક ખાનગી રહેણાંકોમાં પણ એકઠાં થવા પર પણ મર્યાદા લાગુ કરી દીધી છે. હવે 10 થી વધુ લોકો એકઠા નહિ થઇ શકે. તેમજ જણાવ્યું છે કે જાે કેસ આ જ રીતે વધતા રહ્યા તો રેસ્ટોરન્ટ્‌સની મર્યાદા પણ ઘટાડી શકે છે. સ્ટેટવાઈઝ કોરોના રેટ વધીને 2.9% થયો છે જે છેલ્લા કેટલાંક મહિનાથી સૌથી વધુ રહ્યો છે જયારે રાજ્યના કેટલાંક વિસ્તારોમાં મૃત્યુદર પણ વધી રહ્યો છે. ન્યુ યોર્ક શહેરમાં સંક્રમણનો દર વધવા છતાં મૃત્યુઆંક સ્થિર છે. 

સમગ્ર દેશમાં ટ્રેન્ડ જાેવા મળ્યો છે કે યુએસમાં રેકોર્ડ બ્રેક લોકો સંક્રમણના શિકાર થઇ રહ્યા છે અને હોસ્પિટલમાં દાખલ કરવા પડી રહ્યા છે. હાલ, મહામારીને કારણે ૬૨ હજાર અમેરિકન્સ સારવાર લઇ રહ્યા છે. કોવિડ ટ્રેકિંગ પ્રોજેક્ટ હેઠળ મળેલા આંકડા પર નજર કરીયે તો મંગળવારના રોજ દેશભરમાં 61964 જેટલા લોકોને કોરોનાની સારવાર કરવામાં આવી હતી. 

જાેકે, બુધવારે ગવર્નર ક્યૂમોએ જણાવ્યું છે કે દેશભરમાં જે લોકો આદેશનું પાલન નહિ કરે તો કાયદેસરકાર્યવાહી માટે સમન્સ પાઠવવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે પૈસા જાય તો દુઃખ થાય પણ તે ફરી કમાઈ શકાય છે. પરંતુ, સ્વજન ચાલ્યા જાય તો તે પાછા નથી મેળવી શકાતા. જાે બાર રેસ્ટોરન્ટ્‌સમાં લાઇટ્‌સ ચાલુ રહેશે અને લોકો પીતા રહેશે તો તેમને સમન્સ પાઠવવામાં આવશે.


© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution