કોરોના મહાસંકટઃ વ્હાઇટ હાઉસમાં 50 ટકા અધિકારીઓને વર્ક ફ્રોમ હોમના આદેશ

વોશિંગ્ટન-

અમેરિકામાં કોરોના વાયરસની સમસ્યા દુનિયામાં સૌથી વધારે છે. આ સ્થિતિમાં અમેરિકામાં સત્તા પરિવર્તન પણ થયું છે. ડોનાલ્ડ ટ્રમ્પને હરાવીને જાે બાઇડન અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા છે. બાઈડન અમેરિકાના સૌથી વૃદ્ધ રાષ્ટ્રપતિ છે. તેમની વય ૭૮ વર્ષની છે. જેથી તેમને કોરોનાથી બચાવવા તેમની સરકાર માટે મોટો પડકાર છે.

બાઈડનને કોરોના મહામારીથી બચાવવા માટે વ્હાઈટ હાઉસનાં કામકાજમાં અનેક ફેરફાર કરવામાં આવ્યા છે. આશરે ૫૦ ટકા અધિકારીઓ-કર્મચારીઓને ઘરેથી કામ કરવા કહી દેવામાં આવ્યું છે. જાેકે ગણતરીના જ અધિકારીઓને વ્હાઇટ હાઉસમાં કામ કરવા બોલાવવામાં આવી રહ્યાં છે. તેમને પણ કોરોના સંબંધિત નિયમોનું પાલન કડક રીતે કરવાનું રહેશે. જેમ કે માસ્ક પહેરવું, સેનેટાઈઝરથી હાથ સાફ કરવા, સોશિયલ ડિસ્ટન્સ જાળવવું વગેરે. વ્હાઈટ હાઉસના પ્રેસ-સચિવ જેન સાકીએ જણાવ્યું હતું કે, ઓફિસમાં કામ કરનારા કર્મચારીઓનો રોજ કોરોના ટેસ્ટ કરાશે.
જેન સાકીએ જણાવ્યું હતું કે, વ્હાઈટ હાઉસના સંચાલન-નિર્દેશક જેફરી વેક્સલરને કોરોના સંબંધિત સુરક્ષા દિશા-નિર્દેશોને લાગુ કરવાની દેખરેખ માટે ખાસ જવાબદારી સોંપાઈ છે. સંક્રમણને રોકવા માટે ખાસ સાવચેતી રાખવામાં આવી રહી છે, કેમ કે પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સરકારમાં વ્હાઈટ હાઉસમાં ત્રણ વખત કોરોના ચેપ ફેલાયો હતો. ખુદ ટ્રમ્પ પણ કોરોનાગ્રસ્ત થયા હતા. હવે રાષ્ટ્રપતિના તમામ કાર્યક્રમોમાં સોશિયલ ડિસ્ટન્સનું ખાસ ધ્યાન રખાશે અને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ પણ બાઇડનથી સુરક્ષિત અંતર જાળવશે. કોરોના ચેપથી સૌથી વધુ જાેખમ વૃદ્ધોને રહે છે માટે વ્હાઈટ હાઉસ ચેપને લઇને વધુ સાવચેતી વર્તી રહ્યું છે. જાેકે બાઇડને કોરોના વેક્સિનનો પહેલો ડૉઝ લઈ લીધો છે તેમ છતાં સરકાર કોઈપણ પ્રકારનું જાેખમ લેવા માગતી નથી. જેથી કરીને વ્યાઈટ હાઉસની કામકાજની પદ્ધતિમાં ફેરફાર કર્યો છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution