કોરોના સંકટઃ સુરત નવી સિવિલમાં વધુ એક 17 હજાર લીટરની ઓક્સિજન ટેન્ક મુકાઈ

સુરત-

રાજ્યમાં કોરોના વાયરસનો ખતરો દિવસેને દિવસે વધી રહ્યો છે. અમદાવાદ બાદ સુરતમાં કોરોના વાયરસનું એપી સેન્ટર બન્યું છે. સુરતમાં સ્થિતિ વધુ કથળતા નવી સિવિલમાં વધુ એક ઓક્સિજન ટેન્ક મુકાઈ છે. ૧૭ હજાર લીટરની કેપિસીટીવાળી ટેન્ક લગાવાઈ છે. કોરોના દર્દીઓ માટે ઓક્સિજનની સુવિધામાં વધારો કરવા માટે આ કાર્ય કરવામાં આવ્યું છે. અગાઉ પણ ૧૩ હજાર લીટરની ટેન્ક લગાવવામાં આવી હતી.

આ વિશે મળતી માહિતી પ્રમાણે સિવિલમાં નર્િંસગ કોલેજની સામે ૧૩ હજાર લિટર લિકિવડ ઓકિસજનની ટેન્ક ઉભી કરાયા બાદ હવે નવી સ્ટેમસેલ બિલ્ડીંગ ખાતે બીજી ૧૭૦૦૦ લિટર લિકિવડ ઓકિસજનની ક્ષમતા ધરાવતી ઓકિસજન ટેંક ઉભી કરાઈ છે. આ ટેન્ક આ કાર્યરત થઈ જશે.

સુરતમાં કોરોના વાઇરસના હાહાકાર વચ્ચે એક સારા સમાચાર મળી રહ્યા છે. નવી સિવિલ હોસ્પિટલમાં વધુ એક ઓક્સિઝન ટેન્ક લગાવી દેવામાં આવી છે. અગાઉ ૧૩ હજાર લિટરની ટેન્ક લગાવામાં આવી હતી. પરંતુ ઓક્સિજનની વધુ જરૂરિયાત દેખાતા વધુ એક ૧૭ હજાર લિટરની ટેન્ક લગાવાઈ છે. આ ટેન્કમાંથી દર્દીઓને ઓક્સિજન આપવા માટે બેથી ત્રણ દિવસમાં કાર્યરત થઈ જશે. કોવિડ-૧૯ના દર્દીઓ માટે ઓકઝિજનની સુવિધામાં વધારો થશે. 

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution