વોશિંગ્ટન-
કોરોનાના કહેરની વચ્ચે સંયુક્ત રાજ્ય અમેરિકાએ ભારત માટે ટ્રાવેલ એડવાઈઝરીમાં સુધારો કર્યો છે. આને લેવલ ૪થી લેવલ ૩ કેટેગરી સુધી અપગ્રેડ કર્યુ છે. લેવલ ૩ અંતર્ગત લોકોને પ્રવાસ પર પુનવિચાર કરવા કહેવામાં આવે છે. જ્યારે લેવલ ૪નો મતલબ છે કે પ્રવાસ ક્યારેય નથી કરવાનો.
સીડીસી દ્વારા કોવિડ ૧૯ના કારણે ભારત માટે લેવલ ૩ ટ્રાવેલ હેલ્થ નોટિસ જારી કર્યા બાદ વિદેશ વિભાગની એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે જાે તમે એફડીએ દ્વારા ઓથરાઈઝ રસી લગાવી ચૂક્યા છો તો તમારામાં કોરોનાના લક્ષણો વિકસિત થવાની શક્યતા ઓછી છે. પરંતુ પ્રવાસ પહેલા સીડીસીની ભલામણોને જરુરી વાંચો. સીડીસીની ભલામણ છે કે લોકોને તે જગ્યાના પ્રવાસ પર પુનવિચાર કરે જ્યાં લેવલ ૩માં કેટેગરાઈઝ કરવામાં આવ્યા છે અને આ લોકો ત્યાં પ્રવાસ કરે છે તો તે સુનિશ્ચિત કરી લે કે તેમને રસી લાગી છે. ઉલ્લેખનીય છે કે એપ્રિલમાં જ્યારે ભારતમાં કોરોનાની બીજી લહેર આવી હતી તો અમેરિકાએ ભારત માટે એક લેવલ ૪ ટ્રાવેલ હેલ્થ નોટિસ જારી કરી હતી.