કૉપી-પેસ્ટ ફ્રોમ હોલિવુડ ટૂ બોલિવુડ

વર્લ્ડવાઈડ ઍકસ્પોઝર અને કનેક્ટિવિટીને કારણે હવે કૉપી-પેસ્ટની પ્રક્રિયા ખૂબ સુલભ અને સરળ થઇ ગઈ છે. ઘણા એવા વિદ્યાર્થીઓ હોય જે હમેશ કૉપી કરીને જ પાસ થતા હોય. એમની ઓળખ જ ક્રિએટ થઇ જાય. એ હકીકત છે કે નકલ કરી હોવા છતાં દર વખતે પાસ થઇ જ જવાય એવું નથી. કેમકે નકલ કરવામાં પણ અક્કલ જાેઈએ. જાેકે આપણે ત્યાં સર્જકો સ્માર્ટ છે એમ કહી શકાય. કેમકે એ લોકો માત્ર એક જ ફિલ્મની સીધેસીધી ઉઠાંતરી કરી ચોરી નથી કરતા, પણ ઇન્ટરનેશનલ સિનેમાની ચાર, પાંચ કે છ સફળ ફિલ્મોમાંથી ઘટનાઓની ભેળ બનાવી પીએચડી કરતા હોય છે, એમાં આપણા બોલીવુડનો મસાલો કરી, લટકામાં આઈટમ સોંગનો તડકો લગાડી એક અત્યંત સ્વાદિષ્ટ ડીશ પીરસવાનો પ્રયત્ન કરતા હોય છે. જાેકે આવી ભેળપૂરીનો સ્વાદ બધાને ન ભાવે એ સંભવ છે, કેટલાકને તો કોન્સ્ટીપેશન પણ થઇ જતું હોય છે.

આજે આપણે એવા જ સર્જકો અને સર્જનની વાત કરીશું જે હોલિવુડની ફિલ્મોથી પ્રેરિત હોય અથવા તો ઓલમોસ્ટ ‘કૉપી-પેસ્ટ’ હોય. બૉલિવુડમાં કેટલાક એવા જાણીતા ડાયરેક્ટર્સ છે, જે હંમેશા હોલિવુડ અને આંતરરાષ્ટ્રીય સિનેમાની વાર્તાઓને ભારતીય સંસ્કૃતિમાં ઢાળીને તેમને વધુ લોકપ્રિય બનાવવામાં સફળ રહ્યા છે.

 ઘણા જાણીતા ડાયરેક્ટર્સ છે અને આવી ઘણી ફિલ્મો છે જે આંતરરાષ્ટ્રીય સિનેમાથી પ્રેરિત છે, કૉપી-પેસ્ટ કરાયેલી છે છતાં સફળ છે.

આમ અક્કલ સાથે જાે આ રીમેકનું કામ સિસ્ટમેટિક અને ગંભીરતાપૂર્વક કરવામાં આવે, તો નકલ કરવામાં આવે કે કોઈના કંડારેલા રસ્તાને ફોલો કરવામાં આવ્યો હોય, સફળતા નિશ્ચિત મળે જ છે, જરૂર છે માત્ર પોતાના પર વિશ્વાસ અને નક્કર કન્વિકશનની. બીજા ઉદાહરણ જાેઈએ કે જેમાં હોલિવુડ કે આંતરરાષ્ટ્રીય સિનેમામાંથી પ્રેરણા લઇ – વાર્તાનું બોલિવુડીકરણ કરી ઓલમોસ્ટ “કૉપી-પેસ્ટ” કરી ફિલ્મ બનાવવામાં આવી હોય અને સફળ રહી હોય.

સત્તે પે સત્તા (૧૯૮૨) ફિલ્મ હોલિવુડની સેવન બ્રાઈડ ફોર સેવન બ્રધર્સ(૧૯૫૪)ની કોપી છે.જેમાં નાયક શહેરમાં જઈ લગ્ન કરી ગામ પાછો ફરે છે અને પત્ની સામે એ વાત છતી થાય છે કે નાયકનાં બીજા છ ભાઈઓ છે જે અણઘડ અને અળવીતરા છે. એમને સુધારવાની અને લાઈન પર ચડાવવાનાં ભાભીના પ્રયત્નો દર્શાવતી આ અમેરિકન મ્યુઝિકલ ફિલ્મનું ઘણા દેશોની ઘણી ભાષામાં રીમેક થયું છે.

ગઝની(૨૦૦૮) હોલિવુડની મોમેન્ટો(૨૦૦૦) પર આધારિત છે. જેમાં ફિલ્મનો નાયક યાદશક્તિની સમસ્યાથી પીડિત છે અને પોતાની પ્રેમિકાના કાતિલોને શોધવા માટે પ્રયત્ન કરે છે.

ફિલ્મ ચોરી ચોરી(૧૯૫૬) હોલિવુડની ફિલ્મ “ઇટ હેપન્ડ વન નાઇટ” (૧૯૩૪) પર આધારિત છે, જેમાં બે પાત્રો મિસઅન્ડરસ્ટેન્ડિંગને કારણે વિચિત્ર અને હાસ્યસભર પરિસ્થિતિઓમાં ફસાઈ જાય છે, અને અંતે પ્રેમમાં પડી જાય છે.

મન (૧૯૯૯) હોલિવુડની એન એફેર ટુ રિમેમ્બર(૧૯૫૭) પરથી બનેલી ફિલ્મ છે. મન રોમેન્ટિક ડ્રામા છે, આ ફિલ્મમાં પાત્રો ક્રૂઝ પર સંપર્કમાં આવ્યા પછી પ્રેમમાં તો પડે છે, પણ આકસ્મિક સર્જાયેલી પરિસ્થિતિઓમાં અટવાઈ જાય છે અને સંબંધ વણસે છે.

મેરે યાર કી શાદી હૈ (૨૦૦૨) ફિલ્મ હોલિવુડની માય બેસ્ટ ફ્રેન્ડ્‌સ વેડીંગ(૧૯૯૭) પરથી બની છે. નાયકને તેની બેસ્ટ ફ્રેન્ડનાં લગ્ન વખતે એ રિઅલાઇઝ થઈ છે કે તે એને પ્રેમ કરે છે, હવે પોતાની વાત કહેવાની ઉત્કંઠા અને ન કહી શકવાની વ્યાકુળતા વચ્ચે અટવાય છે.

ફિલ્મ અગ્નિપથ(૧૯૯૦ / ૨૦૧૨) હોલિવુડની સ્કારફેસ (૧૯૮૩) પરથી બની છે.જેમાં નાયક તેના પરિવાર સાથે થયેલા અન્યાયનો બદલો લેવાના મિશન પર છે અને તેનું જીવન હિંસા, ક્રોધ અને અપરાધોમાં વીતી જાય છે.

જાે જીતા વોહી સિકંદર(૧૯૯૨) એ હોલિવુડની બ્રેકિંગ અવે(૧૯૭૯) પરથી પ્રેરિત છે. આમાં યુવા પેઢીનાં ટકરાવની વાત છે. ફિલ્મમાં આ કથાનક આંતર-શાળાકીય પ્રતિસ્પર્ધા અને વિદ્યાર્થીઓની મસ્તી તથા ચડસા-ચડસીનાં રૂપે દર્શાવવામાં આવ્યું છે.

ઉપરાંત અન્ય ફિલ્મો જેવી કે લુસી ફિલ્મ પરથી બાગી-૩ (૨૦૨૦), ધ ગૉડફાદર પરથી સરકાર (૨૦૦૫),મીસીક ડાઉટફાયર પરથી ચાચી ૪૨૦(૧૯૯૭), આવી ફિલ્મોની જાે સૂચી બનાવતા જઈએ તો યાદી ઘણી લાંબી થાય. અને બોલિવુડ તો માત્ર હોલિવુડમાંથી જ નહીં, અન્ય આંતરરાષ્ટ્રીય સિનેમાથી પણ પ્રેરણા લે છે(ચોરી....સોરી...પીએચડી કરે છે)

સિગ્નેચરઃ

ચોરી કરીને જાે ચોર ઝડપાઈ જાય એને સજા થાય, પણ વર્ષો સુધી જે ચોરી કર્યા જ કરે, એ ચોરીને રિસર્ચ લેખાવી પીએચડી ડિગ્રી લઈ જાય!

હોલિવુડની ફિલ્મ અને બોલિવુડની નકલની યાદી

મહેશ ભટ્ટ:

દિલ હૈ કી માનતા નહીં(૧૯૯૧)- “ઈટ હેપ્પ્ન્‌ડ વન નાઈટ”(૧૯૩૪),

ડુપ્લિકેટ(૧૯૯૮)- “થી હોલ ટાઉન ઈઝ ટોકિંગ(૧૯૩૫)

સડક(૧૯૯૧)–ટેક્સી ડ્રાઈવર(૧૯૭૬)

મર્ડર(૨૦૦૪)– અનફેઈથફૂલ(૨૦૦૨)

સંજય ગુપ્તા:

કાંટે (૨૦૦૨)– રીઝર્વોયર ડોગ્સ(૧૯૯૨)

ઝિંદા(૨૦૦૬)- ફ્રેમ બાય ફ્રેમ ઓલ્ડ બોય (૨૦૦૩,સાઉથ કોરિયન)

ઝઝબા (૨૦૧૫) – સેવન ડેઈઝ (૨૦૦૭)

પ્રિયદર્શન:

ગરમ મસાલા (૨૦૦૫)- બોઇંગ બોઇંગ(૧૯૬૫)

બિલ્લુ(૨૦૦૯) – ધી બાર્બર(૨૦૦૮)

ભૂલભુલૈયા(૨૦૦૭) – ધી સિકસ્થ સેન્સ(૧૯૯૯)

અબ્બાસ –મસ્તાન:

બાઝીગર(૧૯૯૩)- અ કિસ બીફોર ડાઈગ(૧૯૯૧)

રેસ (૨૦૦૮)- ગુડબાય લવર(૧૯૯૮)

પ્લેયર્સ (૨૦૧૨)-ધ ઈટાલિયન જાેબ(૨૦૦૩)

સંજય લીલા ભણસાલી:

સાંવરીયા(૨૦૦૭) -વ્હાઈટ નાઈટ્‌સ(૧૯૫૭)

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution