કૉપી-પેસ્ટ ઃ ફ્રોમ બોલિવુડ ટૂ હોલિવુડ એન્ડ ઇન્ટરનેશનલ સિનેમા

કોણ કહે છે કે ઉઠાંતરી માત્ર બોલિવુડ જ કરે છે. કૉપી-પેસ્ટ તો હોલિવુડ અને અન્ય ઇન્ટરનેશનલ સિનેમાંના નિર્માતા –નિર્દેશકો પણ કરે છે.

દર વખતે નવું નવું ક્યાંથી લાવવું? ઘણી વાર “ઓલ્ડ વાઈન ઇન ધી ન્યૂ બૉટલ” જેવું પણ હોય. આ વાત હોલિવુડ અને ઇન્ટરનેશનલ સિનેમા માટે પણ એટલી જ લાગુ પડે છે. વહેતી ગંગામાં માત્ર હાથ ધોવા જ નહી પણ ન્હાવા માટે હોલિવુડ પણ તૈયાર જ હોય છે. તેઓ પણ ચાંપતી નજર રાખીને બેઠા જ હોય છે. ખરા અર્થમાં કોઈ ફિલ્મ ટિપિકલ મસાલા એન્ટરટેઇનર હોય અને જાે એમના કલચર તથા પાશ્ચાત્ય ટેસ્ટ પ્રમાણે એ વિષયને કુક કરવાનું સંભવ હોય તો એ લોકો પણ કૉપી-પેસ્ટ કરતા અચકાતા નથી.

પાછલા ઈશ્યુમાં આપણે એ જાણકારી મેળવી કે બોલિવુડ ક્યાં-ક્યાંથી અને કેવી રીતે ઉઠાંતરી કરે છે. આ વખતે આપણે એ જાણવાનો પ્રયત્ન કરીએ કે કોણ કોણ બોલિવુડમાંથી ઉઠાંતરી – કૉપી કરે છે અને પોતાના ટેસ્ટ પ્રમાણે પોતાની ફિલ્મમાં પેસ્ટ કરે છે.

ચોરી કે પીએચડી કરવા માટે હવે સૌ બોલિવુડ તરફ આકર્ષાયા હોય તો એનું મુખ્ય કારણ છે ભારતીય સિનેમાની સમૃદ્ધ કથાવાસ્તુ, ભાવનાત્મક ઊંડાણ અને અનન્ય સાંસ્કૃતિક તત્વો. અત્યાર સુધી જે વધુ વેચાય એ ‘હિંસા’ અને ‘સેક્સ’ ને પ્રાધાન્ય આપવાને બદલે વૈશ્વીકરણ સાથે ફિલ્મ મેકર્સે હવે આ સાંસ્કૃતિક એક્સચેંજ, ક્રોસ-બોર્ડર સહયોગ તરફ ધ્યાન કેન્દ્રિત કરવાની શરૂઆત કરી છે.

હોલિવુડ

હોલિવુડ ટૂ બોલિવુડ અને એ જ કૉપી પેસ્ટ બોલિવુડ ટૂ હોલિવુડ

મૂળ હોલિવુડ – “કેક્ટસ ફ્લાવર”પરથી અન – ઓફિસિયલ રીમેક “મૈને પ્યાર કયું કિયા ?’ (સલમાન – કટરીના કૈફ) (૨૦૦૫) ની કૉપી – પેસ્ટ “જસ્ટ ગો ફોર ઈટ”(૨૦૧૧) (એડમ સેન્ડલર અને જેનિફર ઍનિસ્ટન અભિનીત)

બોલિવુડ ટૂ હોલિવુડ

“ફીઅર” (૧૯૯૬) એ પ્રેરિત છે બોલિવુડ ફિલ્મ “ડર”(૧૯૯૩)થી. - માર્ક વાહલબર્ગ અને રીસ વિથરસ્પૂન અભિનીત હોલિવુડ ફિયર, યશ ચોપરા ક્લાસિક ‘ડર’ નું એક અન-ઑફિસિયલ રીમેક છે જેમાં એક ઝનૂની પ્રેમી નાયિકાનો સતત પીછો કરતો રહે છે અને નાયિકાનું જીવવું ભારે કરી દે છે.

‘વિન અ ડેટ વિથ ટ્રેડ હેમિલ્ટન (૨૦૦૪) – રંગીલા (૧૯૯૫)થી પ્રેરિત.પાશ્ચાત્ય બીબામાં ઢાળી અને ત્યાંના ઓડિયન્સની માનસિકતાને ધ્યાનમાં રાખી કરવા જે બદલાવ કરવા જરૂરી હોય તે કર્યા હોવાનું પરફેક્ટ ઉદાહરણ છે . રંગીલામાં મિલી નામક એક યુવતી અભિનેત્રી બનવા સંઘર્ષ કરે છે અને એક સેલિબ્રિટી અભિનેતા સાથે કામ કરવાની તક મળે છે અને એ કામ સફળ થાય છે જ્યારે ‘વિન અ ડેટ વિથ ટ્રેડ હેમિલ્ટન’માં નામ મુજબ જ મશહુર અભિનેતા ટેડ હેમિલ્ટન સાથે નાના શહેરની એક યુવતી ‘ડેટ’ જીતે છે . આબન્ને ફિલ્મમાં સફળતા મળવાની ઘટના બાદ રંગીલામાં મિલી અને વિન અ ડેટ વિથ ટ્રેડ હેમિલ્ટનમાં રોઝાલીના વ્યક્તિગત જીવનમાં ખલબલી મચી જાય છે.

‘હિચ’(૨૦૦૫) – “છોટી સી બાત”(૧૯૭૬) – ફીઅરની જેમ જએક અન-ઑફિસિયલ રીમેક છે જેનું કથાનક છોટી સી બાતના કથાનકને હુબહુ મળતું આવે છે જેમ એક લવગુરુ એક પ્રેમીને પ્રેમ કેવી રીતે કરવો જાેઈએ તેની ટ્રેનીંગ આપે છે. સરખામણી કરીએ તો બંને ફિલ્મોમાં શરમાળ પુરુષોને પ્રેમમાં સફળ થવા માટે એક કોચ – એક ગાઇડ- એક લવ ગુરુની ની મદદ લેવી પડે છે.“છોટી સી બાત” માં ભારતીય નિર્દોષ – શરમાળ – પ્રેમ છે જ્યારે “હિચ” માં આધુનિક ડેટિંગ અને ઉપરાંતના સંબંધો દર્શાવાયા છે .

બોલિવુડ ટૂ શ્રીલંકા

“અ કોમન મેન” એ ૨૦૧૩ ની શ્રીલંકન એક્શન થ્રિલર ફિલ્મ છે જે બોલિવુડ ફિલ્મ “વેડનસડે’ (૨૦૦૮).નું ઑફિસિયલ રીમેક છે. “અ કોમન મેન”નું દિગ્દર્શન શ્રીલંકાના ફિલ્મ મેકર ચંદ્રન રુતનમે કર્યું છે. “વેડનસડે’ માં નસીરુદ્દીન શાહ અને અનુપમ ખેર જેવા દિગ્ગજ છે જ્યારે “અ કોમન મેન” પણ બેન કિંગ્સલે અને બેન ક્રોસ જેવા માતબર કલાકરો દ્વારા અભિનિત છે.

બોલિવુડ ટૂ બાંગ્લાદેશ

આમીરખાન અભિનીત ‘ગઝની’(૨૦૦૮) ની કૉપી – પેસ્ટ બાંગ્લાદેશી ફિલ્મ સૂર્યવંશી(૨૦૧૦),

બોલિવુડ ટૂ નેપાલ

‘જબ વી મેટ’(૨૦૦૭) ની કૉપી- પેસ્ટ નેપાળી ફિલ્મ ‘અગ્લિ ઔર પગલી’ (રોમકૉમ)

બોલિવુડ ટૂ મેક્સિકો

થ્રી ઈડિયટ્‌સ (૨૦૦૯)- ની કૉપી – પેસ્ટ મેક્સિકન ફિલ્મ ‘થ્રી ઈડિયટ્‌સ’ (૨૦૧૭)

મૂળ હોલિવુડ – કેક્ટસ ફ્લાવર પરથી અન – ઓફિસિયલ રીમેક “મૈને પ્યાર કયું કિયા ?’ (સલમાન – કટરીના કૈફ) (૨૦૦૫) ની કૉપી – પેસ્ટ “જસ્ટ ગો ફોર ઈટ”(૨૦૧૧) (એડમ સેન્ડલર અને જેનિફર ઍનિસ્ટન અભિનીત)

બોલિવુડ ટૂ કોરિયા

બૅન્ડ બાજા બારાત (૨૦૧૦) કૉપી – પેસ્ટ કોરિયન ફિલ્મ “વેડિંગ ઇન્વિટેશન”

સિવાય એક એવી ફિલ્મ પણ છે જે હોલિવુડની છે પણ કોઈની રીમેક નથી. ભારતમાં શૂટ થયેલ છે. મેરિગોલ્ડ (૨૦૦૭)- એક રોમેન્ટિક કોમેડી ફિલ્મ છે, જેમાં સલમાન ખાન અને હોલિવુડ અભિનેત્રી એલી લાર્ટર મુખ્ય ભૂમિકામાં છે. કથાનક મુજબ મેરિગોલ્ડ લેકલે એક અમેરિકન અભિનેત્રી છે, જે ભારતમાં એક ફિલ્મમાં કામ કરવા માટે આવે છે. પરતું તે એક નિર્દેશક મનોજ (સલમાન ખાન) સાથે મિત્રતા કરે છે જે પ્રેમમાં પરિણામે છે , ફિલ્મ અટવાઈ જાય છે અને નવું પ્રકરણ શરુ થઇ જાય છે. આ હોલિવુડ ફિલ્મમાં સાંસ્કૃતિક એક્સચેંજ અર્થાત બોલિવુડ મસાલા સમા ગીત-સંગીત, નૃત્ય, રંગીન સેટ અને લટકા ઝટકાની ઝલક જાેવા મળે છે.આ ફિલ્મે બૉલીવુડ અને હોલિવુડ વચ્ચે બન્નેની શૈલીઓને સમ્મિલિત કરી બન્ને સંસ્કૃતિનો મિલાપ કરવાનો પ્રયત્ન જરૂર કર્યો છે.

સિગ્નેચર ઃ

"ફિલ્મની કૉપી કરવી એટલે સમાન બેઝસાથેઅનેઅલગપ્રકારનાટોપિંગ તથામસાલાસાથેપિઝા ફરીથી બનાવવો — પેટ તો ભરાઈ જશે પણ પરંતુ મૂળ પિઝા (ફિલ્મ) જેટલી તાજગી કે લહેજત નહિ હોય.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution