વડોદરા, તા.૧૫
વડોદરા અર્બન ડેવલોપમેન્ટ ઓથોરેટી વુડામાં મોટાપાયે ભ્રષ્ટાચાર થાય છે. એવો આરોપ આર્કીટેક એસો.નાં પ્રમુખ લગાવ્યા છે. ત્યારે અત્યાર સુધી સેંકડો ફાઈલો પાસ કરાવ્યા બાદ કિરીટ પટેલને ભ્રષ્ટ્રાચાર કેમ યાદ આવ્યો એવો સવાલ ઉભો થયો છે. ત્યારે એ.સી.બીની દ્ધષ્ટીેેએ લાંચ આપનાર અને લેનાર બન્ને ગુનેગાર કહેવાય એ ભુલી બેફામ આક્ષેપ કરનાર કિરીટ ભાઈ સામે વુડાની મહિલા અધિકારીએ કહેલી પોલિસ ફરીયાદ ને દબાણ ઉભુ કરવાનો પ્રયત્નતો નથીને એવી ચર્ચાઓ ઉઠી છે.
પાલિકા અને વુડામાં વટકે સાથ દાદાગીરી મારી ફાઈલો ફટાફટ ક્લીયર કરાવવા માટે જાણીતા આર્કીટેક એસો.નાં કિરીટ પટેલે અસભ્ય વર્તન અને ગાળાગાળી કરી હોવાની ફરિયાદ વુડાનાં કલાસ મહિલા અધિકારીએ સોમવારે કારેલીબાગ પોલિસ મથકે નોંધાવી હતી જેના પગલે આજે આર્કીટેક એન્ડ એન્જીન્યરર્સ એસો.ના સભ્યો સાથેનું પ્રતિનિધી મંડળ વુડા કચેરી ખાતે રજુઆત માટે પહોચ્યું હતું.
બાદમાં સમાચાર માધ્યમોનાં પ્રતિનિધિ મંડળ સાથે વાતચીત કરતાં એસો.નાં પ્રમુખ કિરીટ પટેલે વુડાની કામગીરીમાં ડગલેને પગલે ભ્રષ્ટ્રાચાર થતો હોવાનાં ગંભીર પ્રકારનાં આક્ષેપો કરી દરેક તબક્કાનાં પ્રાઈસ લિસ્ટ પણ જાહેર કર્યા હતા જેમાં પર વાનગી, પ્લીથં. કપંલીશન પ્લોટ વેલીડેશન, જેવા કામો માટે ભ્રષ્ટ્રાચાર કરવા પ્રતિ ફ્રુટ રૂપિયા લેવાતા હોવાનું કેમેરા સમક્ષ જણાવ્યું હતું.
વુડાને ભ્રષ્ટ્રાચારની ગંગોત્રી કહેનારા કિરીટ પટેલ અત્યાર સુધી વુડામાં જઈ એમની ફાઈલો ફટાફટ ક્લિયર કરાવતા હતા ત્યારે સવાલ એ ઉભો થાય છે કે શું અત્યાર સુધી ફાઈલો પાસ કરાવવા માટે કિરીટ પટેલ પોતે કરાવવા માટે કિરીટ પટેલ પોતે ભ્રષ્ટ્રાચારને પોષતા હતા કે શું? કે પછી આવા ભ્રષ્ટ્રાચાર અંગે સ્થળે રજુઆત કરી હતી કે કેમ? એવો સવાલ ઉભો થયો છે.
કિરીટ પટેલે જણાવ્યું હતું કે વિકાસદર ભરવા માટે ચલણ આપવાની પ્રક્રિયામાં ભારે વિલંબ થતાં મે સી.ઈ.ઓની દરમ્યાન ગીરી છતાં મને ત્રણ દિવસ સુધી જુદા જુદા બહાને ચલણ નહી અપાતા મે સી.ઈ.ઓને વુડાની જવાબદાર મહિલા અધિકારી સાથે પગલા ભરવા અને શિક્ષાત્માક કાર્યવાહી કરવા રજુઆત કરી જેનાથી મહિલા અધિકારીનો ઈગો હર્ટ થતા મારી સામે પોલિસ ફરીયાદ કરાઈ છે. પોલિસ કાયદાનુ કામ કરશે મને હજી સુધી બોલાવ્યો નથી બોલાવશે ત્યારે હું મારી નિર્દોર્ષતા સાબિત કરીશ.
બીજી તરફ પોતાની સામે પોલિસ ફરીયાદ થયા બાદ જ કિરીટ પટેલને વુડાનો ભ્રષ્ટ્રાચાર કેમ દેખાયો એવો સવાલો ઉભા થયા છે.
મહિલા અધિકારીને ધમકી આપનાર આર્કિટેક્ટ કિરીટ પટેલની અટકાયત
વડોદરા ઃ શહેરના જેપીરોડ પર આવેલી મેઘધનુષ સોસાયટીમાં રહેતા આર્કિટેક્ટ કિરીટ અંબાલાલ પટેલ જે આર્કિટેક્ટ એસોસિયેશનના પ્રમુખ પણ છે તે ભાયલીની જમીનના વિકાસ ચાર્જની કાર્યવાહી માટે ગત ૭મી તારીખના સવારે કારેલીબાગ ખાતે એલ એન્ડ ટી સર્કલ પાસે વુડાની કચેરીમાં ગયા હતા. તેમણે વુડા કચેરી ખાતે જુનિયર નગર નિયોજક વર્ગ-૨ શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણના અધિકારી રૂચિતાબેન શાહ સાથે ભાયલીની જમીનના વિકાસ ચાર્જની રકમના મુદ્દે રકઝક કરી હતી. આ દરમિયાન કિરીટ પટેલે ઉશ્કેરાઈના મહિલા અધિકારી રૂચિતાબેન શાહને અપશબ્દો બોલી જાેઈ લેવાની ધમકી આપી હતી અને સરકારી કામમાં અડચણ ઉભી કરી હતી જે બનાવની ગઈ કાલે રૂચિતાબેને કારેલીબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદની તપાસ કરતા પીએસઆઈ એ ડી ચૈાહાણે આજે મોડી સાંજે આરોપી કિરીટ પટેલને ઝડપી પાડ્યો હતો. કિરીટ પટેલની ધરપકડ અગાઉ તેમને રાત્રે આરટીપીસીઆર ટેસ્ટ માટે સયાજી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. ટેસ્ટનો રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ તેમની સત્તાવાર ધરપકડ કરાશે તેમ પોલીસ સુત્રોએ જણાવ્યું છે.
મહિલા અધિકારી સાથે અસત્ય વર્તન સાંખી લેવાશે નહીઃ શોભના રાવલ
મહિલા અધિકારી સાથે અસભ્ય વર્તન કોઈ પણ સંજાેગોમાં સાંખી લેવાય નહી આવું વર્તન કરનાર કોઈ પણ ચમરબંધીને છોડાય નહી એમ મહિલા સુરક્ષા સમિતિનાં ચેરમેન સોભના રાવલે જણાવ્યું છે. પોલિસ ફરીયાદ બાદ ભ્રષ્ટ્રાચારનાં આક્ષેપો કરનાર મહિલા અધિકારી સાથેના અસભ્ય વર્તનને વ્યાજબી ઠેરવવાનો બાલીશ પ્રયાસ કરી રહ્યા છે. એ ચલાવી લેવાશે નહિ એમ શોભના બેને ઉમેર્યું હતું.
ભ્રષ્ટ્રાચાર અંગે અત્યાર સુધી કેમ ચુપકીદી?
વુડામાં બેફામ ભ્રષ્ટ્રાચાર થાય છે. એવો આરોપ લગાવનાર કિરીટ પટેલે અને કંચન પટેલ નામનાં આર્કીટેક એસો.નાં અગ્રણીઓ પણ શંકાના ધેરામાં આપી ગયા છે. અત્યાર સુધી સેંકડો ફાઈલો ક્લિયર કરાવનારા બન્ને ને લાંચ લેનાર અને આપનાર બન્ને કાયદાની દ્રષ્ટીએ ગુનેગાર કહેવાય એ ભુલી ગયા લાગે છે ત્યારે આ ભ્રષ્ટ્રાચાર સામે અત્યાર સુધી કેમ ચુપ રહ્યા એવો મોટો સવાલ ઉભો થયો છે.