વડોદરા : વડોદરા મહાનગરપાલિકા દ્વારા અગાઉ વનીકરણ માટે ફાળવેલા ૪૬ ગ્રીનબેલ્ટના પ્લોટો પૈકી મોટાભાગની જગ્યાઓમાં બાંધકામ કરીને દુરુપયોગ થતો હોવાનો તેમજ કરોડોની કિંમતની જમીન ભાજપાના નેતાઓ અને તેમના મળતિયાઓને સામાજિક સંસ્થા કે વ્યક્તિગત નામે ફાળવી દેવાયાના વિવાદ વચ્ચુે આજે પાલિકાએ વધુ એક પ્લોટનો કબજાે પાછો લેવામાં આવ્યો હતો. ઉપરાંત વધુ ત્રણ પ્લોટને નોટિસ આપવામાં આવી હતી. જાે કે, રાજકારણીઓ હજુ પણ પહોંચ બહાર હોવાનું પાલિકાવર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.
પાલિકાના કરોડોની કિંમતના ગ્રીનબેલ્ટના પ્લોટો ભાજપાના અગ્રણીઓ સાથે સંકળાયેલાને વનીકરણના નામે ફાળવી દેવાયા બાદ તેમાં પાકા કન્સ્ટ્રકશન કરવામાં આવ્યાના વિવાદમાં કોંગ્રેસે ભારે વિરોધ કરીને પ્લોટના સ્થળે જઈને દેખાવો શરૂ કર્યા છે. ત્યારે છેલ્લા ચાર દિવસથી પાલિકાતંત્ર એક્શનમાં આવ્યું છે અને તમામ ૪૬ પ્લોટોનો સર્વે કર્યા બાદ જે પ્લોટ પર વનીકરણ કરવામાં આવ્યું ન હોય તેવા પ્લોટોની સામે કાર્યવાહી હાથ ધરાતાં નોટિસો આપવાની કે પ્લોટનો કબજાે પાછો લેવાની શરૂઆત કરી છે.
જે અંતર્ગત શનિવાર સુધીમાં કુલ ૧૬ પ્લોટને ખુલાસો પૂછતી નોટિસ આપવામાં આવી હતી જે પૈકી ચાર પ્લોટનો કબજાે પાછો મેળવ્યો હતો. આજે આ કાર્યવાહી જારી રાખતાં વધુ ત્રણ પ્લોટને નોટિસ આપવામાં આવી હતી. જ્યારે વાઘોડિયા રોડ સવિતા હોસ્પિટલ પાસેના પ્લોટનો કબજાે કોર્પોેરેશને પાછો મેળવ્યો હતો. આમ અત્યાર સુધીમાં ૪૬ પૈકી કુલ ૧૯ પ્લોટને નોટિસ આપવામાં આવી છે. જ્યારે પાંચ પ્લોટનો કબજાે પાછો મેળવ્યો છે.
જાે કે, કોર્પોરેશન દ્વારા અત્યાર સુધી હાથ ધરવામાં આવેલી કાર્યવાહીમાં રાજકારણીઓ હજુ પહોંચની બહાર હોવાનું પાલિકાની લૉબીમાં ચર્ચાઈ રહ્યું છે. કોર્પોેરેશનની સામાન્યસભામાં નવા ૭પ ગ્રીનબેલ્ટના પ્લોટો વનીકરણ માટે ફાળવવાની દરખાસ્ત આવી છે ત્યારે આ મુદ્દે વિવાદ થાય તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.
ગ્રીનબેલ્ટના પ્લોટનો વિવાદ ઃ હવે ‘આપ’ પણ મેદાનમાં
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વનીકરણના બહાને ગ્રીન બેલ્ટ ની જમીન ભાજપના આગેવાનોની સ્વેચ્છિક સંસ્થાઓને ફાળવી છે.તેના વિરોધમાં આમ આદમી પાર્ટી દ્વારા આજે મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર અને મેયરને લોકોના મેળવેલા અભીપ્રાય સાથે આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.
આમ આદમી પાર્ટીના આગેવાનોએ રજૂઆત કરતાં જણાવ્યું હતું કે અગાઉ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને ૪૬ ગ્રીન બેલ્ટના પ્લોટો જે સ્વૈચ્છિક સંસ્થાઓને ફાળવી આપ્યા છે તેમાં ભાજપના અગ્રણીઓની માનીતી સંસ્થાઓને ફાળવી દેવામાં આવ્યા છે તેઓએ તેમાં ગેરકાયદેસર રીતે બાંધકામ કર્યા છે.ત્યારે વનીકરણ માટે ફાળવેલા પ્લોટનો દુરરૂપયોગ થતો અટકાવવા માંંગ કરી હતી અને આવેદનપત્ર માં લોકોના મેળવેલા અભીપ્રયો સાથેનુ આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ.જેમાં ૭૫ ગ્રીનબેલ્ટના પ્લોટો પણ ફાળવી દેવામાં આવ્યા છે ત્યારે વનીકરણના બહાને ગ્રીન બેલ્ટની જમીનો આપવાને બદલે મ્યુનિસિપલ કોર્પોરેશને પોતે જ વનીકરણ કરવું જાેઈએ.
કયો પ્લોટ પાછો લેવાયો ઃ • સંગીત કલાવૃંદ ફોરમ વાઘોડિયા રોડ
કોને કોને નોટિસ અપાઈ ઃ• વરિષ્ઠ નાગરિક સંઘ વાઘોડિયા રોડ • ત્રિલોક યૂથ ક્લબ લેન્ડ વાઘોડિયા રોડ ચેરિટેબલ ટ્રસ્ટ • સેતુ દિલીપભાઈ પટેલ માંજલપુર