અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં વ્લાદિમીર પુટિને કમલા હેરિસને ટેકો જાહેર કરતાં વિવાદ

વોશિંગ્ટન: અમેરિકાની ચૂંટણી પર આખી દુનિયાની નજર છે ત્યારે રશિયાને પણ આ ઈલેક્શનમાં રસ પડે તે સ્વભાવિક છે. રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુટિને આશ્ચર્યજનક વાત કરીને કહ્યું છે કે તેઓ અમેરિકામાં કમલા હેરિસ પ્રેસિડન્ટ બને તે વધુ પસંદ કરશે. રશિયાના પ્રેસિડન્ટ કમલા હેરિસને સીધે સીધો ટેકો આપે તે એક પ્રકારની માઈન્ડ ગેમ હોય તેવું લાગે છે કારણ કે તેનાથી અમેરિકાના વોટર્સ ગૂંચવાઈ જશે. અમેરિકા અને રશિયા વચ્ચે અત્યારે જાેરદાર દુશ્મની ચાલે છે ત્યારે રશિયાના પ્રેસિડન્ટ જેને ટેકો જાહેર કરતા હોય તે વ્યક્તિને વોટ અપાય કે નહીં તેવો સવાલ પેદા થશે.

જાેકે, કેજીબીના ભૂતપૂર્વ એજન્ટ રહેલા પુટિન આવી માઈન્ડ ગેમ ખેલવામાં માહેર છે અને તેમનો ઈરાદો કંઈક અલગ જ હોઈ શકે છે. રશિયન ઈસ્ટર્ન ઈકોનોમિક ફોરમમાં પુટિને કહ્યું કે તેઓ કમલા હેરિસને સપોર્ટ કરે છે. અમેરિકાની ચૂંટણીમાં રશિયાની દખલગીરીના આરોપો થાય છે ત્યારે પુટિને કટાક્ષમાં આમ કહ્યું હોય તેવું લાગે છે. ભૂતકાળમાં ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના પ્રેસિડન્ટ હતા ત્યારે તેમણે રશિયા પર આકરા પ્રતિબંધો મૂક્યા હતા જેની પુટિને ઝાટકણી કાઢી હતી.

ભૂતકાળમાં પુટિને ઘણી વખત અમેરિકન રાજકારણની હાંસી ઉડાવી છે. એક ક્વેશ્ચન આન્સર સેશનમાં તેમણે કહ્યું કે અમે કમલા હેરિસને ટેકો આપવાના છીએ. તેમણે હેરિસના હાસ્ય વિશે પણ ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું કે તેઓ એવું જાેરદાર હસે છે કે તે દર્શાવે છે કે તેઓ એકદમ બરાબર છે. તેમણે ટ્રમ્પે અમેરિકા પર ઝિંકેલા વિવિધ પ્રતિબંધોની વાત કરીને કહ્યું કે મને આશા છે કે હેરિસ સારો દેખાવ કરશે તો કદાચ આવા પ્રતિબંધોથી દૂર રહેશે.

જાેકે, અંતમાં તેમણે કહ્યું કે આખરી પસંદગી અમેરિકાના મતદારોએ કરવાની છે. અમે તેમની પસંદગીને આદર આપીએ છીએ. પુટિને આ ટિપ્પણી એવા સમયે કરી છે જ્યારે અમેરિકાએ રશિયન ન્યૂઝ ચેનલ આરટીના બે કર્મચારીઓને સજા કરી છે અને તેના ટોચના એડિટર્સ પર પ્રતિબંધ ઝિંક્યો છે. આ પત્રકારો પર અમેરિકાની ચૂંટણી પર પ્રભાવ પાડવાનો આરોપ મૂકાયો છે. ફેબ્રુઆરી મહિનામાં પુટિને ટ્રમ્પની સામે બાઈડનને ટેકો આપ્યો હતો અને કહ્યું હતું કે અત્યારની સ્થિતિ એકદમ આગાહી કરી શકાય તેવી છો. જાેકે, અમેરિકાને પુટિનની આ ટિપ્પણી પસંદ નહોતી પડી અને તેમને અમેરિકાની ચૂંટણીમાં દખલગીરી ન કરવા સલાહ આપી હતી.

પુટિને ભારપૂર્વક જણાવ્યું કે જ્યારે રાષ્ટ્રપતિ બાઈડન તેમની પુનઃચૂંટણી માટે લડી રહ્યા હતા ત્યારે તેઓ દેશના “મનપસંદ” હતા. હવે બાઈડન રેસમાંથી નીકળી ગયા છે ત્યારે કમલા હેરિસ તેના સ્થાને ચૂંટણી લડે છે અને રશિયા ડેમોક્રેટિક પાર્ટીના આ ઉમેદવારને ટેકો આપવા માટે તૈયાર છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution