વડોદરા
વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડા મુજબ શહેર-જિલ્લામાં વધુ ૫૭ કેસ પોઝિટિવ સાથે કુલ આંક ૨૩,૨૯૯ ઉપર પહોંચ્યો છે, જ્યારે મૃત્યુઆંક ૨૪૧ પર સ્થિર છે. ગત રોજ શહેર-જિલ્લામાં વધુ ૧૧૫ દર્દીઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યા છે. અત્યાર સુધી ૨૨,૨૪૪ લોકો કોરોનાને મ્હાત આપી ચૂકયા છે. હાલ ૮૩૪ એક્ટિવ કેસ પૈકી ૯૮ ઓક્સિજન પર, ૪૦ વેન્ટિલેટર પર અને ૬૯૬ દર્દીઓની હાલત સ્થિર હોવાનું જાણવા મળે છે.
જ્યારે વડોદરા ગ્રામ્યમાં સૌથી વધુ ૭૨૮૦ કેસ નોંધાયા છે. શહેર-જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના ૨૩,૨૯૯ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં ૩૪૫૮, પશ્ચિમ ઝોનમાં ૩૭૮૦, ઉત્તર ઝોનમાં ૪૫૫૨, દક્ષિણ ઝોનમાં ૪૧૯૩, જ્યારે ગ્રામ્યમાં ૭૨૮૦ કેસ નોંધાયા છે.
આરોગ્ય વિભાગની અલગ અલગ ટીમોએ શહેરના કારેલીબાગ, આજવા રોડ, હરણી, વાઘોડિયા રોડ, છાણી, સુભાનપુરા, અલકાપુરી, માંજલપુર, નિઝામપુરા, માણેજા, ગોત્રી, મકરપુરા, ઓ.પી.રોડ અને સમા, વાસણા-ભાયલી સહિતના વિસ્તારો તેમજ ગ્રામ્યના પાદરા, દશરથ, સમિયાલા, ખટંબા, ડભોઈ, કંડારી, કરજણ સહિતના વિસ્તારોમાંથી શંકાસ્પદ કોરોના લક્ષણો ધરાવતી વ્યક્તિઓના કેસ નોંધાયા છે.