આ પ્રકારના ખોરાકના સેવનથી બ્રેસ્ટ કેન્સરનું જોખમ ઘટી જાય છે

તાજેતરમાં કરવામાં આવેલ રિસર્ચમાં જણાવ્યા પ્રમાણે, ફાઈબરયુક્ત ખોરાકનું સેવન કરવાથી કિશોરાવસ્થામાં સ્તન કેન્સરનું જોખમ ઓછું રહે છે. આ રિસર્ચ જર્નલ પીડિયાટ્રિક્સમાં પ્રકાશિત કરવામાં આવ્યું છે. સંશોધકનો જણાવ્યા પ્રમાણે, જે મહિલાઓ વધારે ફાઈબરયુક્ત ખોરાક, ખાસ કરીને ફ્રૂટ અને શાકભાજીનું સેવન કરે છે તેમને ફાઈબરનું સેવન ઓછું કરતી હોય તેવી મહિલાઓની સરખામણીએ સ્તન કેન્સરનું જોખમ ઓછું રહે છે.

આ રિસર્ચ હાવર્ડ ટીએચ ચેન સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થના સંશોધકો દ્વારા કરવામાં આવ્યું છે. રિસર્ચના મુખ્ય લેખક મરિયમ ફારવિદના જણાવ્યા પ્રમાણે, ફાઈબરનું સેવન અને સ્તન કેન્સરની વચ્ચે કરવામાં આવેલ અગાઉના તમામ રિસર્ચ લગભગ મહત્ત્વપૂર્ણ નહોતા અને તેમાંથી કોઈએ કિશોરાવસ્થા અથવા પ્રારંભિક પુખ્તવય દરમિયાન આહારની તપાસ કરી નથી.

કિશોરાવસ્થા એ સમયગાળો છે જ્યારે સ્તન કેન્સરના જોખમનાં પરિબળો ખૂબ મહત્ત્વ ધરાવે છે. આ રિસર્ચના સંશોધકોએ 27થી 44 વર્ષની ઉંમરની 90,534 મહિલાઓ પર રિસર્ચ કર્યું હતું.  દ્રવ્ય(સોલ્યુબલ)ફાઈબર પેટમાં જઈને જેલમાં ફેરવાઈ જાય છે જે પાચન ક્રિયાને ધીમી કરે છે. તે કોલેસ્ટેરોલ અને બ્લડ ગ્લુકોઝ ઘટાડવામાં મદદ કરે છે. 

ડાયટમાં એવો આહાર સામેલ કરો જેમાં ભરપૂર પ્રમાણમાં સોલ્યુબલ ફાઇબર હોય. આ ફાઈબર કેલેરીને શોષી લે છે. સોલ્યુબલ ફાઈબર અળસી, બ્રસેલ સ્પ્રાઉટ, એવોકાડો (રુચિરા)અને કાળા શેતૂરમાં ભરપૂર પ્રમાણમાં હોય છે.


© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution