કન્ઝ્‌યુમર ડ્યૂરેબલ્સ લૉન્સમાં નાણાવર્ષ ૨૦૨૪ દરમિયાન વાર્ષિક ધોરણે ૩૪%ની વૃદ્ધિ


દેશનો કન્ઝમ્પશન લોન પોર્ટફોલિયો માર્ચ ૨૦૨૪ સુધીમાં વાર્ષિક ધોરણે ૧૫.૨% વધી રૂ.૯૦.૩ લાખ કરોડ થયો છે. તાજેતરના ક્રેડિટ બ્યૂરો રિપોર્ટ અનુસાર ગ્રોથમાં જાે કે માર્ચ ૨૦૨૩ના ૧૭.૪%ની તુલનાએ ઘટાડો થયો છે. જેનું કારણ હોમ લોન સેગમેન્ટમાં ઘટાડો છે, જે એકંદરે વપરાશના લોનના પોર્ટફોલિયોમાં ૪૦.૧% હિસ્સો ધરાવે છે.

હોમ લોનના પોર્ટફોલિયોનો ગ્રોથ નાણાવર્ષ ૨૦૨૪માં ઘટીને ૭.૯% રહ્યો હતો, જે હ્લરૂ૨૩ દરમિયાન વાર્ષિક ધોરણે ૨૩% જાેવા મળ્યો હતો. જેનું કારણ ઓરિજિનેશનના ગ્રોથમાં ઘટાડો છે, જે હ્લરૂ૨૪માં ઘટીને ૯.૨% રહ્યો હતો, જે ગત નાણાવર્ષ દરમિયાન ૧૮.૨% રહ્યો હતો. ઓરિજિનેશન એક પ્રક્રિયા છે જ્યાં કોઇ બેન્ક નવી લોન કે ધિરાણ માટેની પ્રક્રિયા શરૂ કરે છે, જેમાં અરજદારની અરજીનું મૂલ્યાંકન, પ્રોસેસિંગ અને મંજૂરી સહિતની કામગીરી સામેલ છે.

રિપોર્ટ અનુસાર ખાસ કરીને રૂ.૩૫ લાખથી વધુની લોન લેવાનો ટ્રેન્ડ વધ્યો છે. જાે કે એવરેજ ટિકિટ સાઇઝ હ્લરૂ૨૦ના રૂ.૨૦.૧ લાખથી ૩૨% વધીને હ્લરૂ૨૪ દરમિયાન રૂ.૨૬.૫ લાખ નોંધાઇ છે. તેની સામે પર્સનલ લોન સેગમેન્ટમાં મજબૂત મોમેન્ટમ જાેવા મળતામાં તેમાં નાણાવર્ષ ૨૦૨૪ દરમિયાન અનેક નિયમનકારી સુધારા છતાં ૨૬%નો ઉછાળો જાેવા મળ્યો છે. રૂ.૧૦ લાખ અથવા તેનાથી વધુની ટિકિટ લોનનો વેલ્યૂની દૃષ્ટિએ ઓરિજિનેશનમાં વધારો થયો છે, જ્યારે વોલ્યૂમમાં રૂ.૧ લાખથી નીચેનું લોનનો દબદબો છે.

કન્ઝ્‌યુમર ડ્યૂરેબલ્સ લૉન્સમાં નાણાવર્ષ ૨૦૨૪ દરમિયાન વાર્ષિક ધોરણે ૩૪%ની વૃદ્ધિ જાેવા મળી છે. જે ગત વર્ષના સમાન સમયગાળા દરમિયાન ૨૬% વૃદ્ધિ હતી. ઓટો લોન પણ ૨૦%ના દરે વધી છે, જે નાણાવર્ષ ૨૦૨૩ દરમિયાન ૨૨%ની વૃદ્ધિ નોંધાવી હતી. સ્જીસ્ઈ પોર્ટફોલિયો હ્લરૂ૨૪માં વાર્ષિક ધોરણે ૨૯%નો વધારો થયો છે જે હ્લરૂ૨૩ દરમિયાન ૧૫% હતી.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution