ભારત અને ચીન વચ્ચે સરહદ પર ચાલી રહેલા તણાવને ધ્યાનમાં લઇને અયોધ્યાના રામમંદિર ટ્રસ્ટે રામમંદિરના નિર્માણનો પ્રારંભ મોકૂફ રાખવાનો નિર્ણય જાહેર કર્યો છે. સત્તાવાર નિવેદનમાં ટ્રસ્ટે જણાવ્યું હતું કે ભારત અને ચીન સરહદ પર સ્થિતી ગંભીર હોવાથી હાલ દેશની સુરક્ષા એ જ મહત્વનું કાર્ય છે. ટ્રસ્ટે ચીનની સરહદે શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ વધુમાં જણાવ્યું હતું કે રામમંદિરના નિર્માણનું કાર્ય ક્યારથી શરૂ કરવું એ બાબતનો નિર્ણય સ્થિતીની સમીક્ષા કર્યા બાદ યોગ્ય સમયે જાહેર કરવામાં આવશે.
હિંદુ સંસ્થાઓ દ્વારા ચીન સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. હિંદુ મહાસભાના કાર્યકર્તાએ ચીનનો ધ્વજ સળગાવ્યો હતો અને વિશ્ર્વ હિંદુ પરિષદના કાર્યકર્તાએ ચીનના રાષ્ટપતિ શી જિનપિંગનું પૂતળું બાળ્યું હતું તથા ચીનના સામાનને તોડીને નષ્ટ કર્યો હતા