જાે તમે તહેવારોની સિઝનમાં સોનું કે ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો, તો એ પહેલા કિંમત જાણી લો. આજે સોના-ચાંદીના ભાવમાં થોડી વધઘટ જાેવા મળી રહી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદીના ભાવમાં સતત ફેરફાર જાેવા મળી રહ્યા છે પણ આજે દેશમાં ૯ સપ્ટેમ્બરે સોનાના ભાવ સ્થિર છે પરંતુ ચાંદીના ભાવમાં થોડો વધારો થયો છે. એવામાં જાે તમે તહેવારોની સિઝનમાં સોનું કે ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો, તો પહેલા સોના-ચાંદીની કિંમત જાણી લો.આજે ભારતમાં ૨૨ કેરેટ ૧૦ ગ્રામ સોનાની કિંમત ૬૬,૯૪૦ રૂપિયા છે, જ્યારે ગઇકાલે ભાવ ૬૬,૯૫૦ હતો. તે જ સમયે, ૨૪ કેરેટ સોનાની કિંમત આજે ૭૩,૦૧૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ છે. ગઈકાલે ૨૪ કેરેટ સોનાનો ભાવ ૭૩,૦૨૦ રૂપિયા હતો. જાે કે બજારના જાણકારોનું કહેવું છે કે આગામી દિવસોમાં સોનાના ભાવમાં વધારો થશે.
સોમવારે ચાંદીના ભાવમાં પ્રતિ કિલો ૫૦૦ રૂપિયાનો વધારો થયો છે. હાલમાં ચાંદીની કિંમત ૮૫૦૦૦ રૂપિયા છે, જે ૧ સપ્ટેમ્બરના રોજ ૮૭૦૦૦ રૂપિયા હતી. જાણીતું છે કે ચાંદીનો ઓલ ટાઈમ હાઈ લેવલ ૯૬,૫૦૦ રૂપિયા રહી છે અને આ વર્ષે જ અમુક શહેરોમાં ચાંદીનો ભાવ ૧ લાખ રૂપિયાને પાર પણ કરી ગયો હતો.
નાણામંત્રી ર્નિમલા સીતારમણે બજેટ દરમિયાન કસ્ટમ ડ્યુટીમાં ઘટાડો કર્યો હતો. જેના કારણે થોડા દિવસો સુધી સતત સોનું સસ્તું થયું. પરંતુ તે ફરીથી ઝડપી છલાંગ સાથે આગળ વધવાનું શરૂ કર્યું છે. હવે એવું માનવામાં આવે છે કે સોનાની કિંમત આગામી ૩ મહિનામાં રેકોર્ડ તોડી શકે છે.
નિષ્ણાતોનું માનીએ તો દિવાળી સુધી સોનાના ભાવમાં વધારો જાેવા મળી શકે છે. તે દરમિયાન સોનાનો ભાવ ૭૬ હજાર રૂપિયાને પાર કરી શકે છે. સાથે જ અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી પછી પણ સોનાના ભાવમાં વધારો જાેવા મળી શકે છે. આવી સ્થિતિમાં જાે તમે રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો આ યોગ્ય સમય છે.