અમદાવાદ-
કોંગ્રેસના પ્રવક્તા ડૉક્ટર મનીષ દોશીએ જણાવ્યું કે, વૈશ્વિક મહામારીમાં તમામ ધંધારોજગાર ઠ્પ થઇ ચૂકયાં છે. ત્યારે સામાન્ય અને મધ્યમવર્ગના લોકો પોતાના બાળકના ભવિષ્ય માટે થઈ તમામ ચિંતામાં છે. આવા સંજોગોમાં કોંગ્રેસ પક્ષે પ્રથમ દિવસથી જ સરકારને ફી માફી માટે થઈ રજૂઆત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, એક સત્રની ફી માફ કરવામાં આવે. કારણ કે શાળાકોલેજો બંધ થઈ ગઈ છે. ત્યારે નવેમ્બર સુધી શાળા-કોલેજો ખુલે તેવી કોઈ શક્યતા જોવા મળી રહી નથી. તેવા સંજોગોમાં સરકાર દ્વારા એકત્ર માફી માટે થઈ રજૂઆત કરવામાં આવી હતી. ગુજરાત સરકાર દ્વારા છેલ્લા કેટલાંક દિવસોથી ફી માફીને લઈને ચાલી રહેલા વંટોળને શાંત પાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો. ત્યારે ફરી એક વખત 25 ટકા ફી માફીની રજૂઆત કરી ગુજરાતના લાખો વિદ્યાર્થીઓને રાહત આપવાની વાત કરી છે. જો કે, કોંગ્રેસ તેને વખોડી રહી છે. જ્યારે એક સત્રની ફી માફી માટે થઈ સરકાર સામે ફરી એક વખત બાંયો ચડાવવાની તૈયારી દર્શાવી છે.