કોંગ્રેસના પશ્ચિમ બંગાળના અધ્યક્ષ અધીર રંજન સામ પિત્રોડાની ટિપ્પણીનો બચાવ કર્યો

કોંગ્રેસના પશ્ચિમ બંગાળના અધ્યક્ષ અધીર રંજન સામ પિત્રોડાની ટિપ્પણીનો બચાવ કર્યો

નવી દિલ્હી,

ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ સામ પિત્રોડાએ તાજેતરમાં જ ભારતના વિવિધ ભાગોમાં રહેતા લોકોની વિવાદાસ્પદ સરખામણી કરી હતી, જેના કારણે હોબાળો મચી ગયો હતો. કોંગ્રેસના પશ્ચિમ બંગાળના અધ્યક્ષ અધીર રંજન ચૌધરીએ સામ પિત્રોડાની વિવાદાસ્પદ ટિપ્પણીનો બચાવ કર્યો હતો. તેમણે કહ્યું કે ‘ભારતમાં પણ પ્રોટો ઑસ્ટ્રેલોઇડ્‌સ, મંગોલૉઇડ્‌સ અને નેગ્રિટોઝ છે’.કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને બહેરામપુર લોકસભા બેઠકના પક્ષના ઉમેદવાર અધીર રંજન ચૌધરીએ પિત્રોડાનો પડઘો પાડ્યો. સામ પિત્રોડાએ દક્ષિણ અને પૂર્વ ભારતીય મૂળના લોકોની અનુક્રમે આળિકન અને ચીની લોકો સાથે સરખામણી કરીને વિવાદ સર્જ્યો હતો.બહેરામપુરમાં પાર્ટી કાર્યાલયમાં અધીર રંજને કહ્યું, ‘આપણી પ્રાદેશિક લાક્ષણિકતાઓ આપણા દેશની ભૌગોલિક રચના પ્રમાણે અલગ છે. આપણા ભારતમાં પ્રોટો ઑસ્ટ્રેલોઇડ્‌સ, મંગોલૉઇડ્‌સ અને નેગ્રિટો વર્ગો છે. તેણે કહ્યું કે મારે કોઈના અંગત અભિપ્રાય પર વધારે બોલવાની જરૂર નથી.કોંગ્રેસ નેતાએ કહ્યું, ‘આ અમને શાળાઓમાં ભણાવવામાં આવે છે. બધા એક સરખા દેખાતા નથી. કેટલાક કાળા છે, કેટલાક સફેદ છે. હાલમાં ચાલી રહેલી સામાન્ય ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને સામ પિત્રોડાની ટિપ્પણી બાદ થયેલા વિવાદને કારણે તેમણે ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ પદેથી રાજીનામું આપવું પડ્યું હતું.પિત્રોડાના નિવેદનને રોબર્ટ વાડ્રાએ ‘નોનસેન્સ’ ગણાવ્યું હતું. તેમણે કહ્યું, ‘જ્યારે તમે આ પરિવાર (ગાંધી) સાથે જાેડાયેલા છો, ત્યારે મહાન શક્તિ સાથે મોટી જવાબદારી આવે છે, તમારે કોઈપણ પગલું ભરતા પહેલા વિચારવું પડશે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution