ડભોઇ : ડભોઇ શહેર અને તાલુકામાં રોડ પર મોટા મોટા ખાડા પડી ગયા છે. જેને લઇને ડભોઇ કોંગ્રેસ સમિતિ દ્વારા ખાડા પૂરો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ડભોઇ રંગ ઉપવન બાગ પાસે કોંગ્રેસ દ્વારા સૂત્રોરચાર કરી વૃક્ષારોપણ કરીને તેનો વિરોધ દર્શાવ્યો હતો. દર વર્ષે ચોમાસા પહેલા રોડો બને છે.
ડભોઇમાં ૯૦% રોડ રસ્તાઓ ધોવાઈ ગયા છે હમણાં કેટલા નવા રોડ બન્યા છે તેમાં પણ મોટા મોટા ખાડા પડી ગયા છે. ડભોઇ નગર માં ઠેર ઠેર ખાડા ઓ અને બિસ્માર રસ્તાઓ ને પગલે નગરજનો ને ભારે હાલાકી નો સામાનો કરવો પડી રહ્યો છે. ત્યારે ખાડા સપ્તાહ અંતર્ગત ડભોઇ કોંગ્રેસ પક્ષ દ્વારા ખાડાઓમાં વૃક્ષા રોપણ કરી નવતર રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.ડભોઇના અનેક વિસ્તારો માં રોડ રસ્તા બિસ્માર અને ખાડા પડી ગયેલા હોય હાલ પડેલા વરસાદ ને પગલે રોડ ધોવાઈ ગયા હોય અને ભ્રસ્ટાચારની બૂમો ઉઠવા પામી છે. ત્યારે ડભોઇ તાલુકા અને નગર કોંગ્રેસ પક્ષ દ્વારા લોકોને પડતી હાલાકીને ધ્યાનમાં રાખી સરકારની આંખો ખોલવા માટે નવતર પ્રયોગ અંતર્ગત ખાડા સપ્તાહ રાખી ખાડાઓ માં વૃક્ષો વાવી વિરોધ કર્યો હતો.