ભરૂચ -
અંગ્રેજો કરતા પણ ભરૂચ જીલ્લાની પોલીસ બહેતર પોલીસ હોવાનો આક્ષેપ કરતા જીલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણામહાત્મા ગાંધી અને લાલા બહાદુર શાસ્ત્રીની જન્મ જ્યંતિ નિમત્તે ફુલહાર કરી કોંગ્રેસીઓએ ધરણાના શ્રી ગણેશ કરતા પોલીસે અટકાયત કરી.
ઉત્તરપ્રદેશ માં કોંગ્રેસ ના રાહુલ ગાંધી પીડિત પરિવારને મળવા જતી વેળા પોલીસ દ્વારા તેઓની અટકાયતી પગલા ભરતા દેશભર માં કોંગ્રેસીઓ રસ્તા ઉપર ઉતરી આવી અંદોલન કરી રહ્યા છે.ત્યારે ભરૂચના કોંગ્રેસીઓએ રેલ્વે સ્ટેશન સ્થિત મહાત્મા ગાંધી અને લાલા બહાદુર શાસ્ત્રીની જન્મ જ્યંતી નિમિત્તે ફુલહાર અર્પણ કરી ધરણા પ્રદર્શન કરતા પોલીસે કોંગી હોદ્દેદારો અને કાર્યકરોની ટીંગાટોળી કરી અટકાયત કરી હતી.ઉત્તરપ્રદેશ માં આદિવાસી સગીરાના પરિવારને સાંત્વના આપવા જતા કોંગ્રેસના રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને પોલીસ દ્વારા રોકવામાં આવતા સમગ્ર દેશભર સહિત ગુજરાતના કોંગ્રેસીઓમાં આક્રોશ ફાટી નીકળ્યો છે અને ઠેરઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે.ત્યારે ભરૂચમાં પણ ગતરોજ કોંગ્રેસ કાર્યાલય બહાર ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી આદિત્યનાથ યોગીના પૂતળાનું દહન કરી વિરોધ નોંધાવ્યો હતો અને પોલીસની તાના શાહી સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો.કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કરવા માટે ભરૂચના રેલ્વે સ્ટેશન સ્થિત પહોંચી મહાત્મા ગાંધી અને લાલા બહાદુર શાસ્ત્રીની તસ્વીરને ફુલહાર કરી પુષ્પાંજલી પાઠવી ઘરણા પ્રદર્શનના શ્રી ગણેશ કરતા રોડ ઉપર બેસી ખેડૂત વિરોધીએ સરકાર,પોલીસ તેરી તાનાશાહી નહિ ચલેગી,પીડિતાને ન્યાય આપો જેવા સૂત્રો વાળા બેનરો સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું.