વડોદરા,તા.૧૭,
કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલ અને ઇન્ચાર્જ એલડ્રિંન થોમસની હાજરીમાં વોર્ડ નંબર ૦૫, ૦૬, ૧૫માં વોર્ડ પ્રમુખ મહેન્દ્ર પરમાર, રાજેશ મનવાની, નિલેશ ખત્રી સાથે કોર્પોરેટર અનિલ પરમાર તેમજ અન્ય કાૅંગ્રેસ કાર્યકરો સાથે કોરોના વાયરસની મહામારીમાં પ્રજાના મિલકતવેરાની માફી, લાઈટ બિલની માફી, સ્કૂલ અને કોલેજની ફી માફી, પેટ્રોલ-ડીઝલના ભાવોમાં ઘટાડો કરવાની માંગને લઈને કમલાનગર, શિવમ સ્કૂલની બાજીમાં, આજવા રોડ ખાતે વિરોધ પ્રદશન કર્યું હતું. જેના અંતર્ગત ત્રણ ત્રણ વોર્ડની ટીમ બનાવી કોંગ્રેસના કાર્યકરોએ પ્રજાની વચ્ચે જઈને પ્રજાહિતમાં પ્રજાના પ્રશ્નો માટે સરકારની ઉઘાડી લૂંટના વિરોધમાં વિરોધ પ્રદશન કર્યું હતું. મહામારીને લઈને આર્થિક મોરચે લડી રહેલી જનતા પર અનેક પ્રકારના વેરા ટેક્સ અને ઉપરથી દુકાળમાં અધિકમાસની જેમ પેટ્રોલ ડીઝલનો ભાવ વધારો જનતાના માથે ઠોકી દેતી અસંવેદનશીલ સરકાર પ્રજાને રાહત આપવાની જગ્યાએ જનતાની કમર તોડી રહી છે, આર્થિક પેકેજની મોટી મોટી રકમોની “જાહેરાત” બાદ જનતાને ૨૦ રૂપિયાની પણ મદદ નહીં કરનાર સરકારની વિરુદ્ધમાં આ પ્રદશન સાથે આ કાર્યક્રમમાં પ્રજા પાસે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા જાહેર કરેલો ટોલ ફ્રી નંબર ૯૦૧૬૧૩૧૧૩૧ ઉપર મિસ કોલ કરાવીને પ્રજાનું સરકાર પાસેની માગણી માટેનું સમર્થન લેવામાં આવ્યું હતું.