કોંગ્રેસે શત્રુઘ્નસિંહાના દિકરા લવ સિંહાને બાંકીપુરથી ઉમેદવાર બનાવ્યા

દિલ્હી-

બિહાર વિધાનસભા ચૂંટણીમાં મોટા નેતાઓના દિકરા-દિકરીઓ તેમજ સંબંધીઓને ટિકિટ મળવાનો હજુ પણ જાેવા મળી રહ્યું છે. જેમાં નવું નામ ભાજપમાંથી કોંગ્રેસમાં જાેડાયેલા શત્રુઘ્ન સિંહાના દિકરા લવ સિંહાનું જાેડાયું છે. કોંગ્રેસે શત્રુઘ્ન સિંહાના દિકરા લવ સિંહાને બાંકીપુર વિધાનસભા બેઠક પર પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે. બાંકીપુરથી લવ સિંહા સામે પ્યૂરલ્સ પાર્ટીની પ્રિયા ચૂંટણી લડી રહી છે.

પૂષ્પમ પૂર્વ જેડીયુ નેતા વિનાદ કુમાર ચૌધરીની દિકરી છે. યૂકેથી ભણતર પુરી કરનાર પુષ્પમે બુધવારે પોતાની ઉમેદવારી નોંધાવી છે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે શત્રુઘ્ન સિંહાએ ભાજપનું દામન છોડી કોંગ્રેસનો હાથ થામી લીધો હતો. જ્યારે સમાજવાદી નેતા શરદ યાદવની દીકરી સુભાષિની યાદના પિતા કર્મભૂમિ મધેપુરા જિલ્લાના બિહારીગંજથી ચૂંટણી લડવા તૈયાર છે.  

સુભાષિની કોંગ્રેસમાં સામેલ થઇ છે. સ્મ્છ પાસ સુભાષિણી પોતાને સામાજિક કાર્યકર્તા જણાવી રહી છે. સુભાષિણી હરિયાણની એક રાજકીય પરિવારની વહુ છે. તેમનું કહેવું છે કે દિકરી હોવાના કારણે તે પોતાના પિતાની રાજકીય વિરાસતને આગળ વધારવા તૈયાર છે. સુભાષિનીએ કહ્યું કે જે મારા પિતાની વિચારધાર છે તે જ મારી વિચારધાર છે. તેમણે કહ્યું કે મારા પિતા 2017થી મહાગઠબંધનની સાથે છે. પાર્ટીમાં સામેલ થયા પછી કહ્યું કે તેમના પિતાની તબિયત સારી નથી. જેના કારણે તે બિહારની રાજનીતિમાં સક્રિય નથી.  

કોંગ્રેસ આ અગાઉ પણ ઝ્રન્ઁ નેતા સદાનંદ સિંહના દિકરા શુભાનંદ મુકેશને કહલગામથી અને ધારાસભ્ય અવધેશ કુમાર સિંહના દિકરાને શશિ શેખર સિંહને વજીરગંજ બેઠક પરથી મેદાનમાં ઉતાર્યા હતા.


© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution