સભામાં ગેરહાજર રહેતાં ધરમપુર પાલિકાના કોંગ્રેસી સભ્ય સસ્પેન્ડ

વલસાડ, ધરમપુર નગરપાલિકા ના વોર્ડ ૨ માંથી ચૂંટાયેલા કોંગ્રેસી સભ્ય હીનલભાઈ ગરાસિયા કે જેઓ પાલિકાની સામન્ય સભામાં છેલ્લા ચાર વખત ગેર હાજર રહેતા જિલ્લા કલેકટરે ગુજરાત નગરપાલિકા અધિનિયમ -૧૯૬૩ની કલમ ૩૯ ની જાેગવાઈ મુજબ સભ્યપદ રદ કરવાનું હુકમ આપતા કોંગ્રેસી છાવણી માં સોપો પડી જવા પામ્યું હતું.ધરમપુર નગરપાલિકા ની ૨૪ બેઠકોની યોજાયેલી ચૂંટણીમાં ભાજપે ૨૪ માંથી ૧૪ જેટલી બેઠકો પ્રાપ્ત કરી સત્તાનો સુકાન સંભાળયો હતો. તો બીજી બાજુ કોંગ્રેસે ૧૦ બેઠકો પ્રાપ્ત કરી હતી. પરંતુ આ વખતે વિરોધપક્ષ મજબૂત જાેવા મળયો હતો. જાેકે વોર્ડ ૨ માં કોંગ્રેસ માંથી ચૂંટાયેલા સભ્ય હીનલભાઈ ઠાકોરભાઈ ગરાસિયા પોતા ની ફરજ બાબતે બેદરકાર બની પાલિકાની સામાન્ય સભામાં છેલ્લા ચાર વખત ગેરહાજર રહ્યા હતા.આ બાબતે પાલિકા એ તેમ ના વિરુદ્ધ જરૂરિ કાર્યવાહી કરવા વલસાડ કલેકટર ને રજુવાત કરી હતી. કલેકટર આર.આર. રાવલે નિયમ મુજબ કાર્યવાહી કરી હતી કાર્યવાહી દરમિયાન પણ હીનલભાઈ એ પાલિકા ની સભા માં ગેરહાજર રહેવાના કારણ જણાવવા માં નિસફળ ગયા હતા પરિણામે કલેકટરે ગુજરાત નગરપાલિકા અધિનિયમ હેઠળ ૧૯૬૩ ની કલમ ૩૯ ની જાેગવાઈ મુજબ હીનલ ભાઈ નું સભ્યપદ રદ કરવાનું હુકમ આપ્યો હતો. વોર્ડ નંબર ૨ ની આ બેઠકની ચૂંટણી જાહેર થાય તો આમ આદમી પાર્ટી પણ ઉમેદવાર મેદાનમાં ઉતારશે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution