કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીએ પત્ની વિરૂદ્ધ આપી જાહેર નોટિસ, પત્ની રેશ્મા પટેલ છેલ્લાં 4 વર્ષથી તેમની ભરતસિંહે સાથે રહેતાં નથી

અમદાવાદ-

ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતા અને ગુજરાત કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ તેમના પત્ની રેશ્મા પટેલ તેમને હેરાન કરી રહ્યાનું જાહેર નોટીસના માધ્યમથી તેઓ જણાવ્યું છે. ભરતસિંહ સોલંકીએ પોતાના વકીલ મારફતે એક જાહેર નોટિસ પાઠવી છે કે, તેમનાં પત્ની રેશ્મા પટેલ છેલ્લાં 4 વર્ષથી તેમની સાથે રહેતાં નથી અને તેમના કહ્યામાં નથી. ભરતસિંહ સોલંકીએ નોટિસમાં જણાવ્યું છે કે, કોઈ પણ વ્યક્તિએ તેમના નામનો ઉપયોગ કરે તો તેમના પત્ની સાથે કોઈ પણ પ્રકારની નાણાંકીય લેવડદેવડ કે અન્ય સંબંધો રાખવા નહીં જો આમ થશે. તો ભરતસિંહ તે માટે જવાબદાર રહેશે નહીં.

ભરતસિંહ સોલંકીએ નોટિસમાં જણાવ્યું છે કે, અમારી વચ્ચે લાંબા સમયથી મનમેળ નથી અને તેઓ મનસ્વી વર્તન કરતાં હતાં. મારા ઘરે આવીને રહે તો પણ કોઈ વાતચીત કરતાં નહીં. શરૂઆતમાં મેં સમજાવટથી સમાધાન લાવવા પ્રયાસ કર્યો પરંતુ સમાધાન થયું નથી. તે પછી તેમના કુટુંબીઓની મધ્યસ્થી કરાવી છતાં પરિણામ ન મળ્યું. મને ખ્યાલ નથી કે, તેઓ ભવિષ્યમાં શું કરવા માગે છે. જેથી મેં છૂટાછેડા લેવા પણ કહ્યું હતું પરંતુ તે અંગે તેમણે સંમતિ આપી ન હતી મેં તેમને રહેવા માટે બંગલો, ગાડી, માસિક એકથી દોઢ લાખની આવક થતી રહે તેવી સગવડ કરી આપી છે. છતા તેમના પર કોઈ હકારાત્મક અસર થઈ ન હતી. અમારા સંબંધોની તિરાડ વધુ મોટી થતી જતી હતી. તેથી મેં આમાંથી બહાર નીકળવા કોઈ રસ્તો શોધવા પ્રયત્ન શરૂ કર્યો છે. આ વાતથી મને વ્યક્તિગતરીતે નુકસાન થવાનો ભય હોવાથી જાહેર નોટિસ મોકલી છે. ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને પૂર્વ કેન્દ્રીયપ્રધાન એવા માધવસિંહ સોલંકીનાં પુત્ર ભરતસિંહ સોલંકીએ એક જાહેર નોટિસ અપી જણાવ્યું છે કે, મારી પત્ની રેશ્મા પટેલ મારા કહ્યામાં સાથે કોઈ પણ પ્રકારનો નાણાંકીય વ્યવહાર કરવો નહીં. 

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution