અમદાવાદ-
શહેર કોર્પોરેશનમાં અવાર નવાર રોડ એન્ડ બિલ્ડીંગ કમિટી મળતી હોય છે જેમાં સિટીના રસ્તા વિષે કોઈ પણ વાત કરવામાં આવતી નથી જે અંગે ભાજપના નેતાઓ એ પણ બળાપો કાઢ્યો છે. આજે આજ વિષે કોંગ્રેસનાં સિનિયર નેતા અર્જુન મોઢવાડિયાએ રોડ પર કપચી ઉખાડી જવાનો એક વિડીયો ટ્વિટ કર્યો છે અને લખ્યું છે કે ભાજપનું ભ્રસ્ટાચાર મોડલ. જશોદાનગરને સિક્સ લેન રિંગરોડને જોડતા રોડ પરની કપચી ઉખાડી ગઈ હતી. આવતા જતાં લોકોને અને વાહન ચાલકોને ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે.
કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયા ટ્વિટ કરીને કહ્યું છે કે આ ભાજપના ભ્રષ્ટાચારનું મોડલ છે. આ નવો રોડ થોડા મહિના પહેલા જ બનાવમાં આવ્યો છે. નવા બનાવેલા રોડ પરની ઉખાડી ગઈ હતી અને આ કપચી વાહન ચાલકોના મોઢા પર ઊડી ને આવે છે.ચોમાસા દરમિયાન રોડ ધોવાઈ જવાની સમસ્યા સામે આવી રહી છે. અનેક ફરિયાદો છતાં પણ કોઈ નિરાકરણ લાવામાં આવતું નથી. ગોમતીપુર ખાતે નવા બનેલા બ્રિજને પણ તિરાડો પાડવા લાગી છે જે બ્રિજનું હજી પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું નથી. કમિટીમાં આવી ફરિયાદો વિષે કોઈ પણ નિર્ણય લેવામાં આવ્યો નથી કે ના ઉકેલ લવામા આવ્યો છે.
ચોમાસાની સીજનમાં પણ સિટીમાં રસ્તાઓ ધોવાઈ રહ્યા છે. અને એનું સમારકામ કરવામાં આવે છે રોડ નવા બનાવમાં આવતા નથી. જો બનાવમાં આવે તો તેમાં મટિરિયલ હલકી ગુણવત્તાનો વાપરવામાં આવે છે. જેને લઈને પણ કોર્પોરેશનમાં અનેક રજૂઆતો આવી છે. જ્યાં પણ ફરિયાદો આવી હસે ત્યાં રોડ ને થીગડા મારવામાં આવે છે. રીપેર કરવામાં આવે છે. એટ્લે કે કોંટ્રાક્ટરો પૈસા ચૌઉ કરી જાય છે અને લોકોને હલકી ગુણવત્તા વાળા રસ્તાઓ બનાવી આપે છે જેની આવી અવદશા આવે છે.
અર્જુન મોઢવાડિયાના ટ્વિટ પર મેયરનું નિવેદન- કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ કરેલા ટ્વિટ પર મેયર એ નિવેદન આપ્યું હતું કે કોંગ્રેસ હજી સુધી વિપક્ષનેતા બનાવી શક્યા નથી તો એમને એ કામ પહેલા કરવું જોઈએ. અર્જુનભાઈને રોડનો થોડો ભાગ ખરાબ થયેલો દેખાયો તો ભ્ર્ષ્ટાચાર થઈ ગયો. અર્જુનભાઈ આખા રોડનો વિડીયો મૂકે તો જનતા ને ખબર પડે. ભ્રસ્ટાચાર શબ્દતો 70 વર્ષથી ચાલતો આવતો શબ્દ છે એટ્લે કોંગ્રેસ ને આમાં વધારે ખબર પડે.