અરવલ્લી, તા.૨૮
અરવલ્લીના બાયડ તાલુકાની ડેમાઈ જિલ્લા પંચાયત બેઠકના કોંગ્રેસના સદસ્ય કીર્તિ પટેલે અને ગામના યુવાનોએ પીકઅપમાં બાંધી રાખેલી ગાય સાથે પીકપને ઝડપી લીધું હતું.
ફેસબુક લાઈવ કરી પીકપ ગાંધીનગર આર.આર.સેલમાં ફરજ બજાવતા ઇમરાન નામના પોલીસકર્મીનું હોવાનું અને તેમની સંડોવણી હોય તો તેમની સામે જિલ્લા પોલીસવડા મયુર પાટીલે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી પીકઅપ સાથે પકડાયેલ શખ્શોને બાયડ પોલીસ સ્ટેશને લઈ જવાતા તાલુકા ભાજપના અગ્રણી આરોપીઓને છોડાવવા પોલીસ સ્ટેશન પહોંચતા જીવદયા પ્રેમીઓમાં નેતા સામે ભારે રોષ જોવા મળ્યો હતો. બીજી બાજુ બાયડ પોલીસ સ્ટેશનમાં પીકઅપમાં રહેલી ગાય અંગે કોઈ ગુનો નોંધાયો નથી. ડ્રાઈવર સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાયો હોવાનું પીએસઓએ જણાવ્યું હતું . બાયડ તાલુકાની ડેમાઈ જિલ્લા પંચાયત સદસ્ય કીર્તિ પટેલ અને યુવાનોએ ડેમાઈ નજીકથી શનિવાર રાત્રે કપડવંજ તરફથી પીકઅપમાં ગાય ભરીને પસાર થતું અટકાવ્યુ હતું. કીર્તિ પટેલે ફેસબુક લાઈવ કરી પીકપડાલા કોનું છે? આ અંગે ડ્રાઇવરની પૂછપરછ કરી ઓર્ડર નંબર માંગતા પીકઅપ આર.આર.સેલ ગાંધીનગરમાં ફરજ બજાવતા ઈમરાન ખોખર નામના કર્મચારીનું હોવાનું અને આ અંગે કીર્તિ પટેલે ઇમરાન સાથે વાત કરતાં તેમને પીકઅપ ભાડે આપેલું હોવાનું જણાવ્યું હતું.