અમદાવાદ-
ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણી માટે 5 ઉમેદવારોના નામ જાહેર કર્યા બાદ બુધવીરે કોંગ્રેસે વધુ 2 ઉમેદવારોના નામોની જાહેરાત કરવામાં આવી છે. કોંગ્રેસે ડાંગ બેઠક માટે સૂર્યકાંત ગાવિતને ટિકિટ આપી છે, જ્યારે કપરાડા બેઠક પર બાબુ વરઠાને કોંંગ્રેસના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. આમ સૂર્યકાંત ગાવિતનો સામનો ભાજપના વિજય પટેલ સામે થશે અને બાબુ વરઠાનો સામનો ભાજપના જીતુ ચૌધરી સાથે થશે.
ગુજરાત વિધાનસભાની 8 બેઠકો પર પેટા ચૂંટણી યોજાવાની છે. જેને લઇને ભાજપે આઠેય બેઠકના ઉમેદવારોના નામોની જાહેરાત કરી છે. ત્યારે કોંગ્રેસ દ્વારા તેના 5 ઉમેદવારના નામોની જાહેરાત કરવામાં આવી હતી. જો કે, 3 બેઠક પર કોંગ્રેસમાં અસમંજસની સ્થિતિ જોવા મળી રહી હતી. ત્યારે બુધવારે કોંગ્રેસ દ્વારા ડાંગ બેઠક માટે સૂર્યકાંત ગાવિતને અને કપરાડા બેઠક પર બાબુ વરઠાને ટિકિટ આપવામાં આવી છે.