સરદાર ભુવનની દુકાનો ખોલવા શરતી મંજૂરી ઃ કોમ્પ્લેક્સની દુકાનો નહીં ખૂલે

વડોદરા

રાજકોટ અગ્નિકાંડ બાદ પાલિકા દ્વારા શોપીંગ મોલ, દુકાનો, રેસ્ટોરન્ટ, હોસ્પિટલો, સ્કૂલો, ટ્યૂશન ક્લાસ વગેરમાં ફાયર એનઓસી, પાર્કિંગ કે બીયુ જેવા નિયમોનું પાલન ન કર્યું હોય ત્યાં સિલ મારવાની, વીજ પુરવઠો કાપવાની તેમજ નોટિસ આપવા સુધીની કડક કાર્યવાહી કરાઇ રહી છે. જેમાં સરદાર ભુવનના ખાંચામાં આવેલ કોમ્પલેક્સ અને વ્યક્તીગત મળીને ૧૬૦ જેટલી દુકાનોને સીલ કરાઇ હતી. આજે વેપારીઓની મ્યુનિસિપલ કમિશનર અને સ્ટેન્ડિંગ ચેરમેન સાથે બેઠક યોજાઇ હતી. જેમાં વપારીઓએ નિયમોનું પાલન કરવાની બાહેધરી આપી હતી. તેમજ સરદાર ભુવનનો ખાંચો વન વે કરવા ઉપરાંત પાર્કીંગ ઓડ ઈવન કરવા સાથે કોમ્પલેક્સમાં ન હોય તેવી ૪૦ જેટલી દુકાનોને ખોલવા શરતી મંજૂરી અપાઇ હતી.

મ્યુનિ. કમિશનરે દબાણો દૂર કરવા, પાર્કિંગ વ્યવસ્થા કરવા જણાવ્યું હતું. પાલિકા દ્વારા ડીમાર્કેશનની કરાશે અને જાે વેપારીઓ સ્વૈચ્છિક દબાણ દૂર નહીં કરે તો પાલિકા દ્વારા કરાશે. હાલમાં બે ત્રણ કલાક સામાન કાઢવા માટે મંજૂરી અપાશે. જે કોમ્પ્લેક્ષની દુકાનોને સિલ કરી છે તે કોમ્પ્લેક્ષ દ્વારા ફાયર સેફટીની સુવિધા ઉભી નહીં કરાય ત્યાં સુધી સિલ ખોલાશે નહીં. આજે વડોદરા મહાનગર પાલિકાની કચેરી ખાતે વેપારીઓની પાલિકાના કમિશનર સાથે બેઠક યોજાઇ હતી. જેમાં કમિશનર દિલીપ રાણા, સ્થાયી અધ્યક્ષ ડો. શિતલ મિસ્ત્રી અને ટ્રાફિક અઘિકારી હાજર રહ્યા હતાં. તંત્ર દ્વારા વેપારીઓને જરૂરી સૂચનો અપાઇ હતી. જેમાં સાંજે સરસમાન કાઢવા માટે દુકાનો ખોલવા શરતી મંજૂરી આપી હતી. ઉપરાંત ટ્રાફિકને અડચણના થાય તે રીતે પાર્કિંગ કરવા, ફાયર સેફ્ટી રાખવા તેમજ દબાણ ન કરવા સુચના અપાઇ છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution