છ વર્ષ બાદ સોલો ફિલ્મ રિલીઝ થવાની બાબતે ચિંતા વધારી

જુનિયર એનટીઆરની બિગ બજેટ સોલો ફિલ્મ છ વર્ષ બાદ આવી રહી છે. એનટીઆરની છેલ્લી સોલો ફિલ્મ ‘ઇઇઇ’ હતી, જે બ્લોકબસ્ટર રહી હતી. લાંબા સમય બાદ જુનિયર એનટીઆરની પાન ઈન્ડિયા ફિલ્મ આવી રહી છે. ફિલ્મના રિલીઝ પૂર્વે મુંબઈ ખાતે પ્રમોશનલ ઈવેન્ટ યોજાઈ હતી. આ પ્રસંગે જુનિયર એનટીઆરએ સ્વીકાર્યું હતું કે, ‘ઇઇઇ’ની રિલીઝના છ વર્ષે સોલો ફિલ્મ આવી રહી હોવાથી તેઓ નર્વસ અનુભવી રહ્યા છે. ‘ઇઇઇ’માં તો રામચરણ પણ સાથે હતા, જ્યારે ‘દેવરા’ તો સોલો રિલીઝ છે. મુંબઈ ખાતે ફિલ્મના ટ્રેલર લોન્ચમાં ખૂબ સારો રિસ્પોન્સ મળ્યો હતો. તેને જાેઈને જુનિયર એનટીઆરએ ઈચ્છા વ્યક્ત કરી હતી કે, નોર્થ ઈન્ડિયામાં પણ આવો રિસ્પોન્સ મળે તેવી આશા છે. પ્રમોશનલ ઈવેન્ટમાં ‘દેવરા’ના વિલન સૈફ અલી ખાન, જાન્હવી કપૂર અને ડાયરેક્ટર કોરતાલા શિવા ઉપરાંત પ્રોડ્યુસર્સે પણ હાજરી આપી હતી. તેલુગુ એક્શન ડ્રામા ‘દેવરાઃ પાર્ટ ૧’માં રાઈટર અને ડાયરેક્ટર કોરતાલા શિવા છે. જુનિયર એનટીઆરનો દાવો છે કે, આ ફિલ્મ એક્શનથી ભરપૂર છે અને તેની પાછલી ૪૦ મિનિટ જકડી રાખે તેવી છે. સૈફ અલી ખાન માટે આ પહેલી તેલુગુ ફિલ્મ છે. સૈફે કહ્યું હતું કે, આ ફિલ્મમાં ન્યૂકમર જેવું ફિલ થાય છે. આ ફિલ્મમાં જુનિયર એનટીઆરના ડબલ રોલ છે. તે દેવરા અને વર્ધા બંને કેરેક્ટર કરી રહ્યા છે. તેલુગુ ઉપરાંત તમિલ, મલયાલમ, કન્નડ અને હિન્દીમાં આ ફિલ્મ ૨૭ સપ્ટેમ્બરે રિલીઝ થવાની છે. ‘દેવરા’ની રિલીઝ બાદ ૧૦ ઓક્ટોબરે કરણ જાેહર-આલિયા ભટ્ટની ‘જિગરા’ આવી રહી છે. ‘દેવરા’ના ટ્રેલર લોન્ચ પૂર્વે આ બંને ફિલ્મની ટીમે સંયુક્ત પ્રમોશનનો અખતરો કર્યાે હતો. સાઉથ અને નોર્થની ઈન્ડસ્ટ્રીએ એકબીજાને સપોર્ટ કરીને બંને ફિલ્મને સફળ બનાવવાનો નુસખો અજમાવ્યો હતો. કરણ જાેહરે આલિયા અને જુનિયર એનટીઆર સાથે ટોક શો રાખ્યો હતો. આ ઈવેન્ટને ‘દેવરા કા જિગરા’ નામ અપાયું હતું. સાઉથ અને બોલિવૂડનું આ સંયુક્ત પ્રમોશનલ ઈવેન્ટથી ફિલ્મોને કેટલો લાભ થાય છે તે જાેવું રહ્યું.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution