ગાંધીનગર-
ગુજરાતમાં જ્યાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે ત્યારે તંત્ર સતત મથી રહ્યું કે કોરોના સામેની જંગમાં સહિયારો ફાળો મળે. જાહેર ક્રાયક્રમો કે ભીડભાડ ન થાય તે માટે સતત પ્રયત્નો હાથ ધરાઇ રહ્યા છે ત્યારે કેટલાક એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેમાં ઉચ્ચ પદ પર બીરાજતા લોકોજ કાયદાનો ભંગ કરી આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે. આવો જ એક કિસ્સો હાલ છોટા ઉદેપુરનો સામે આવી રહ્યો છે.
છોટા ઉદેપુર નગરપાલિકા પ્રમુખ સામે હોમ ક્વોરોન્ટાઈન ભંગની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આરોગ્ય વિભાગ દ્વારા નગરપાલિકા પ્રમુખ નરેન જયસ્વાલ સામે ફરિયાદ કરાઈ છે. પરિવારમાં ચાર સભ્યો કોરોના પોઝીટીવ આવતા કરાયા હતા હોમ ક્વોરોન્ટાઈન. છોટા ઉદેપુર નગરપાલિકા પ્રમુખને કરાયા હતા હોમ ક્વોરોન્ટાઈન.
આમ છતા ગંભીરતાને સમજ્યા વગર નગરપાલિકા પ્રમુખ ૧૭ તારીખે મહિલા ઉત્કર્ષ યોજના અંતર્ગત યોજાયેલ કાર્યક્રમમાં રહ્યા હતા હાજર. કાર્યક્રમમાં ધારાસભ્ય જીતેન્દ્ર સુખડીયા, કલેકટર, ડીડીઓ સાથે મંચ ઉપર હતા હાજર. આ મામલે આરોગ્ય વિભાગે નરેન જયસ્વાલ સામે ફરિયાદ નોંધાવી છે. નગર પાલિકા પ્રમુખને તા. ૧૬/૯/૨૦૨૦ થી ૧/૧૦/ ૨૦૨૦ સુધી કરાયા છે હોમ ક્વોરોન્ટાઈન. આમ છતા જાહેર કાર્યક્રમમાં હાજર રહેતા આરોગ્ય વિભાગે ફરિયાદ કરી છે.