કોંગ્રેસે સરકાર પર કર્યા પ્રહાર, સંવિધાનના ઉલ્લંઘન બદલ ચૂંટણીપંચમાં નોંધાવી ફરિયાદ

અમદાવાદ-

ગુજરાતના મુખ્યપ્રધાન દ્વારા નવરાત્રિની શુભેચ્છા આપતી કોલરટયૂનને લઇને ચૂંટણી પંચ સમક્ષ કોંગ્રેસે ફરિયાદ કરી છે. આ ફરિયાદ પરની કાર્યવાહી બાકી છે, ત્યા વળી સોમવારના રોજ મુખ્યપ્રધાન વિજય રૂપાણીની હાજરીમાં જ વન અને આદિજાતિ ભાજપ નેતા રમણ પાટકરે સ્વીકાર્યું કે, કોંગ્રેસના ધારાસભ્યોને સરકાર ઓછા નાણા આપે છે. હવે અંગે વિવાદ વણસ્યો છે. કોંગ્રેસના મુખ્ય પ્રવકતા ડો. મનીષ દોશીએ આ અંગે ગુજરાતના રાજયપાલ સહિત રાજયના મુખ્ય ચૂંટણી અધિકારી સમક્ષ ફરિયાદ કરી છે. તેની સાથોસાથ મુખ્યપ્રધાનને રાજીનામું આપવાની માંગ કરી છે.કોંગ્રેસના સરકાર પર આકરા પ્રહારગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના મુખ્ય પ્રવકતા ડો.મનીષ દોશીએ જણાવ્યું કે, કપરાડા વિધાનસભાના ઉમેદવાર જીતુ ચૌધરીની રેલી નિકળી હતી. ત્યારે રાજયના વન અને આદિવાસી વિકાસના પ્રધાન રમણ પાટકરે રેલીને સંબોધન કર્યું હતું. જીતુ ચૌધરી કપરાડા વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે 2017માં ચૂંટણી જીત્યા હતા. પાછળથી તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. હાલ તેઓએ અનામત બેઠક પરથી કપરાડા વિધાનસભામાં ભાજપના ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી છે. તેમના સમર્થનમાં સોમવારના રોજ મુખ્યપ્રધાન વિજય રૂપાણી તથા ભાજપ નેતા રમણ પાટકરે સભાને સંબોધન કર્યું હતું. મુખ્ય પ્રધાનની હાજરીમાં રમણ પાટકરે કરેલું નિવેદન આઘાતજનક છે. ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે કોંગ્રેસીઓને પક્ષમાં સમાવવાના મુદ્દે વિપરીત દિશા પકડી હોય તેમ માનવામાં આવે છે. ગુજરાતના ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલ જણાવે કે, ભાજપમાં હવે વધુ કોઈ કોંગ્રેસીઓને આવકારવામાં આવશે નહી અને તેનાથી વિપરીત વાત ભાજપના મુખ્યપ્રધાન વિજય રૂપાણી કહી છે અને તે એ છે કે કોંગ્રેસ હજી પણ તૂટશે. જો કે તેને લઈ કોંગ્રેસે પણ સરકાર પણ કર્યા આકરા પ્રહાર કર્યા છે. ગુજરાતમાં પેટા ચૂંટણી સમયે રાજકારણમાં ગરમાવો આવ્યો છે. એક તરફ પેટાચૂંટણીમાં બેઠકો પર જીત મેળવવા ભાજપ કોંગ્રેસ એડીચોટીનું જોર લગાવી રહી છે. તેવા ભાજપ અને કોંગ્રેસ આમને સામને એક બીજા પર વાર પલટવાર કરતું જોવા મળી રહ્યું છે. ભાજપના નિવેદન બાદ કોંગ્રેસે વળતો જવાબ આપ્યો છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution