ઓયો હોટલના ફાઉન્ડરે સામે નોંધાઇ ફરિયાદ, જાણો શું ગુનો?
15, એપ્રીલ 2025 જયપુર   |  

રિતેશ અગ્રવાલ સોમ રૂા. ૨૨ કરોડના ફ્રોડની પોલીસ ફરિયાદ

ઓયો હોટલના ફાઉન્ડર રિતેશ અગ્રવાલની સામે ૨૨ કરોડના ફ્રોડમાં એફઆઈઆર દાખલ થઈ છે. જયપુરમાં હોટેલ સંચાલકોએ ઓનલાઈન હોટેલ બુકિંગ કંપની ઓયો રૂમ્સ પર તેમની હોટલોમાં છેતરપિંડી કરીને બુકિંગ કરવાનો આરોપ લગાવ્યો છે. આ નકલી બુકિંગ બતાવીને ઓયોએ તેની કમાણી વધારે દેખાડી હતી, તેને પરિણામે હોટલોને જીએસટી વિભાગ તરફથી કરોડો રૂપિયાની કર વસૂલાત, દંડ અને વ્યાજ ચાર્જનો સામનો કરવો પડ્યો છે.

રાજસ્થાનમાં ૧૦૦થી વધુ હોટલને જીએસટીની નોટિસ

એક હોટલે આદર્શનગર પોલીસ સ્ટેશનમાં ઓયો કંપનીના ડિરેક્ટર રિતેશ અગ્રવાલ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. હોટેલ ફેડરેશન ઓફ રાજસ્થાનના પ્રમુખ હુસૈન ખાને આ અસામાન્ય કેસને હોટેલ ઉદ્યોગ માટે વધતી જતી સમસ્યા ગણાવી હતી. દરમિયાન, કન્વીનર સંદીપ ગોગિયાએ જણાવ્યું હતું કે, ૧૦૦ હોટલોને જીએસટીની નોટિસ મળી છે. જાેધપુરમાં પણ છેલ્લા છ મહિનામાં, ૧૦થી વધુ હોટેલ સંચાલકોને એસજીએસટી અને સીજીએસટી તરફથી નોટિસ મળી છે.

એક હોટલના સંચાલકને રૂા. ૧ કરોડની જીએસટીની નોટિસ

હોટલના રૂમ બુક કરાવવા અને પછી રદ કરવાના નામે મોટા પાયે છેતરપિંડી થઈ હોવાનું બહાર આવ્યું છે. એક હોટલને તો આશરે રૂપિયા ૧ કરોડની નોટિસ પણ મળી છે. હોટલ ઓનલાઈન બુક કરવામાં આવે છે અને પછી તરત જ રદ કરવામાં આવે છે. આ માટે ય્જી્ ચાર્જ વસૂલવામાં આવે છે, જે હોટલ સંચાલકોએ ભોગવવો પડે છે. ૨૦૧૬માં હોટેલ અસ્તિત્વમાં નહોતી, છતાં બુકિંગ દર્શાવવામાં આવ્યું હતું.

ઓયો દ્વારા રિસોર્ટમાં રૂા. ૨૨.૫૧ કરોડનું નકલી બુકિંગ બતાવાયું

સંસ્કાર રિસોર્ટના ડિરેક્ટર મદન જૈને જણાવ્યું હતું કે, ઓયોએ તેમના રિસોર્ટમાં કુલ રૂા. ૨૨.૫૧ કરોડનું બુકિંગ બતાવ્યું હતું. આ કારણે, જીએસટી વિભાગે રૂા. ૨.૬૬ કરોડની ચુકવણીની માંગણી કરી છે. નોંધનીય છે કે, ઓયોએ ૨૦૧૬માં પણ સંસ્કારમાં બુકિંગ બતાવ્યું હતું, જ્યારે હોટેલ અસ્તિત્વમાં જ નહોતી. એક વર્ષમાં કમાણી રૂા. ૪૪ કરોડ દર્શાવાઇ હતી. કાર્તિકેય હોટેલના સંચાલક નીતિને જણાવ્યું હતું કે, જીએસટી વિભાગે ૨૦૨૩-૨૪ માટે રૂા. ૪૪ કરોડની કમાણી દર્શાવી હતી અને રૂા. ૪ કરોડની વસૂલાતની નોટિસ મળી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution