શહેરના ગેરકાયદેસર બાંધકામની ચકાસણીની જવાબદારી વડી કચેરીના માથેથી ખસેડી વોર્ડ કચેરીના માથે નાખતાં કમિશનર દિલીપ રાણા

રાજકોટની દુર્ઘટના બાદ રાજકોટના મ્યુનિસિપલ કમિશનર તેમજ અન્ય જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે વડોદરા મ્યુનિસિપલ કમિશનર દ્વારા એક એસ.ઓ.પી. બનાવવામાં આવી છે જેમાં તેઓએ પોતાની જવાબદારીમાંથી છટકી શકાય તે પ્રમાણેના આદેશ કર્યા છે. અને ૧ જૂનથી આ નવા આદેશ પ્રમાણે અનુસરવાનો હુકમ કરવામાં આવ્યો છે. આ આદેશ પ્રમાણે શહેરના ગેરકાયદેસર બાંધકમની ચકાસણીની જવાબદારી વડી કચેરીના માથેથી ખસેડી વોર્ડ કચેરીને સુપ્રત કરવામાં આવી છે.

વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા ૨૨ દિવસ માટે ટ્રેનિંગમાં મસૂરી ગયા છે. તે પહેલા તેઓએ એક પરિપત્ર જાહેર કર્યો છે.  અને બાંધકામ વપરાશની પરવાનગી આપ્યા બાદ સમયાંતરે સ્થળ ચકાસણી કરવા અંગેની માર્ગદર્શિકા અને નવીન પરિપત્ર મુજબના પાવર ડેલિગેશન જાહેર કર્યા છે. આ એસ.ઓ.પી. સિનેમા, મલ્ટીપ્લેક્ષ, ઓડિટોરિયમ, બેન્કવેટ - કોમ્યુનિટી હોલ, ગેમિંગ ઝોન, શૈક્ષણિક સંસ્થાઓ, ટ્યુશન - કોચિંગ ક્લાસીસ, મોટા શોપિંગ મોલ, ફૂડ કોર્ટ - રેસ્ટોરન્ટ તેમજ જ્યાં વધુ પબ્લિક ભેગી થતી હોય તેમજ હોસ્પિટલ પ્રકારના બાંધકામો ઉપર લાગુ કરવામાં આવી છે. મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા હુકમ કરવામાં આવ્યો છે કે હવે એડિ. આસી. એન્જીનીયર અને આસી. એન્જીનીયર દર છ મહિને ઘરે ઘરે ફરી ગે.કા. બાંધકામની ચકાસણી કરશે. અને તેનો સંક્ષિપ્ત અહેવાલ સંબંધિત સબ ઝોનના આસી. મ્યુ. કમિશ્નર મારફતે ઝોનલ ડેપ્યુટી કમિશ્નર સમક્ષ દર મહિનાના પ્રથમ અઠવાડિયામાં રજુ કરવાનો રહેશે. ઉપરાંત ડેપ્યુટી કમિશનર દ્વારા દર મહિને કાર્યવાહીની સમીક્ષા બેઠક કરવાની રહેશે અને આનુષંગિક કાર્યવાહી કરવાની રહેશે. ઉલ્લખનીય છે કે આ હુકમમાં  મિલ્કત શબ્દ વાપર્યો છે જેથી  ચેન્જ ઓફ યુઝ પણ થયું હોય તેવી મિલકતોની પણ ચકાસણી કરવાની રહેશે. વડોદરાના મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા કરાયેલા આદેશમાં તેઓએ તમામ જવાબદારી પોતાના ઉપરથી ખસેડી નીચલા લેવલ ઉપર નાખી દીધી હોય તેવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે.

દર ૬ મહિને મિલકત ચકાસણીનું ગણિત

૧૨,૦૦,૦૦૦ શહેરના કુલ મકાનો ૩,૦૦,૦૦૦ કોમ્પ્લેક્સમાં ફ્લેટ અંદાજે ૯,૦૦,૦૦૦ સ્ટેન્ડ અલોન મકાન / મિલકત

શહેરના ૧૯ વોર્ડ એટલે કે એક વોર્ડમાં ૪૭,૩૬૯ મકાન/મિલકતની સંખ્યા થાય

સનદી અધિકારીઓની ચામડી બચાવવાનો ખેલ...

આ એસઓપીએ બાંધકામ પરવાનગી નિયમોની આંટીઘૂંટીમાં ફેરવી આપવામાં આવે છે. પણ ગેરરીતિ ઓછી થવાની શક્યતા છે પરવાનગી બાદ સ્થળ ઉપરના બાંધકામમાં બદલાવ અને ગેરકાયદેસર બાંધકામની શક્યતાઓ વધુ જાેવા મળે છે. આવા કિસ્સાઓમાં ઝોનલ કક્ષાએથી પ્રક્રિયા પુરી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે તે ગેરકાયદેસર બાંધકામમાં વધારો કરશે ઉપરાંત ભવિષ્યમાં કોઈ દુર્ઘટના થશે તેવા સંજાેગોમાં મોટા અધિકારી સરળતાથી છટકી એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર અને આસિસ્ટન્ટ એન્જિનિયર, ડે.એન્જિનિયર, કાર્યપાલક ઈજનેરના માથે દોષનો ટોપલો ઢોળી દેવામાં આવશે. ત્યારે વડોદરાની બહારથી આવતા આઈએએસ - જીએએસ અધિકારીઓ પોતાની મનમાની કરી શહેરના વિકાસને રૂંધે છે તેનાથી આગળ વધી શહેરને જાેખમી સ્થિતિમાં દોરી જવાનો આ પરિપત્ર છે બીજું કઈ નથી. સનદી અધિકારીઓની ચામડી બચાવવાનો આ ખેલ છે તેવું લોકસત્તાનું સ્પષ્ટ પણે માનવું છે.

આવું છે મ્યુનિસિપલ કમિશનરનું મિશન ઈમ્પોસીબલ

વિઝિટનો સમય કુલ મકાન છછઈ અને છઈ ડે એન્જિ. દ્વારા

  દ્વારા ૨૦% ચકાસણી ૧૦ % ચકાસણી

૬ મહિના ૪૭૩૬૯ ૯૪૭૪ ૪૭૩૬

પ્રતિ માસ ૪૭૩૬૯ ૧૫૭૯ ૭૮૯

દૈનિક ૪૭૩૬૯ ૫૨ ૨૬

કમિશનરના આદેશ મુજબ છછઈ રોજના ૫૨ મકાન તથા ડે.એન્જિનિયર રોજના ૨૬ મકાનની ચકાસણી કરવાની રહેશે. જેના માપ, દસ્તાવેજાેની ચકાસણી કરી દરેકના ફોટા પાડી માસિક રિપોર્ટ તૈયાર કરવાનો રહશે. જે શક્ય છે ખરું? આ આદેશ પરોક્ષ રીતે માલૂમ પડે છે કે ફાયર એનઓસીની ચકાસણી પણ તેઓએ જ કરવાની રહેશે.

૧ જૂન પછી વડી કચેરીએ આપેલા તમામ બાંધકામ પરવાનગીના સર્ટિફિકેટ વોર્ડ કક્ષાએથી અપાશે

વડોદરા, તા. ૨૦

મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા જે એસ.ઓ.પી.  જાહેર કરવામાં આવી છે તેમાં માત્ર જુના દબાણો જ નહિ પરંતુ નવી મિલકતના દબાણોની જવાબદારીમાંથી પણ હાથ ખંખેરી નાખ્યા છે. અને તેઓએ તમામ જવાબદારી વોર્ડ કચેરી ઉપર જ નાખી દીધી હોય તેમ લાગી રહ્યું છે.

મ્યુનિસિપલ કમિશનર દ્વારા કરેલા આદેશ પ્રમાણે તમામ બાંધકામ પરવાનગીના પ્લીન્થ ચેક, કંપ્લીશન સર્ટિફિકેટ તથા ઓક્યુપેશન સર્ટિફિકેટ વોર્ડ કક્ષાએથી અપાશે૧ જૂન ૨૦૨૪ પછી આપવામાં આવેલા તમામ વિકાસ પરવાનગી બાદ તબક્કાવારના સર્ટિફિકેટ જેવા કે પી.સી., સી.સી., ઓ.સી. અંગેની કાર્યવાહી ઝોનલ ઓફિસ દ્વારા કરવાની રહેશે. જે વિકાસ પરવાનગી મ્યુ. કમિશનર તથા ડેપ્યુટી કમિશનર તરફથી મંજુર થયેલી છે તે મંજૂરીના પ્રકરણમાં જે તે ઝોન કક્ષાએથી પ્લીન્થ ચેક, કંપ્લીશન સર્ટિફિકેટ તથા ઓક્યુપેશન સર્ટિફિકેટ મંજુર કરવાના રહેશે અને જે મંજૂરીના પ્રકરણમાં જે તે ઝોનના ડેપ્યુટી મ્યુ. કમિશનર કક્ષાએથી મંજુર કરવાના રહેશે.. આ ઉપરાંત ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર દ્વારા આપેલઈ મંજૂરીના પ્રકરણમાં જે તે કાર્યપાલક ઈજનેર કક્ષાએથી અને ડેપ્યુટી ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર દ્વારા અપાયેલી મંજૂરીના પ્રકરણમાં જે તે ઝોનના નાયબ કાર્યપાલક ઈજનેર કક્ષાએથી પ્લીન્થ ચેક, કંપ્લીશન સર્ટિફિકેટ તથા ઓક્યુપેશન સર્ટિફિકેટ મંજુર કરવાના રહેશે.બાંધકામ તપાસનીશ દ્વારા અપાયેલા મંજૂરીના પ્રકરણમાં જે તે ઝોનના નાયબ કાર્યપાલક ઈજનેર કક્ષાએથી પ્લીન્થ ચેક, કંપ્લીશન સર્ટિફિકેટ અને ઓક્યુપેશન સર્ટિફિકેટ મંજુર કરવાના રહેશે.

કમિશનરે કરેલ આદેશને ૧૧ મુદ્દામાં સમજાે...

• ૧ જૂન ૨૦૨૪ની સ્થિતિએ બાંધકામ વપરાશની બીયુ, ઓ.સી. પરવાનગી ધરાવે છે કે નહિ તેની યાદી ૩ મહિનામાં તૈયાર કરવાની રહેશે.

• જાે બાંધકામ વપરાશની બીયુ/ઓસી નથી તેવી સ્થિતમાં જાે પરવાનગી મળવાપાત્ર હોય તો ૩૦ દિવસમાં અરજી કરી પરવાનગી મેળવવા જાણ કરવાની રહેશે અને જાે તેમ ન કરાય તો સીલ મારવામાં આવશે. અને જાે બાંધકામ નિયત કરવા રેગ્યુલરાઇઝેશન એક્ટ મુજબ અરજી કરવામાં આવી નથી તો તે કિસ્સામાં તાત્કાલિક ધોરણે ઉપયોગ બંધ કરી સીલની કાર્યવાહી કરી ડેપ્યૂટી કમિશનરની અનુમતિ મેળવી બાંધકામ દૂર કરવાની કાર્યવાહી કરવાની રહેશે.

• મોટા એકમો સંદર્ભે જેમાં બાંધકામની પરવાનગી આપવામાં આવી છે તેવા બાંધકામો માટે દર ૬ મહિનાના અંતરે ઓછામાં ઓછું એક વખત ઇન્સ્પેક્શન કરવાનું રહેશે. અને કોઈ અનધિકૃત બાંધકામ કરવામાં આવ્યું છે કે કેમ, ચેન્જ ઓફ યૂઝ થયેલું છે કે કેમ, એન્ટ્રી - એક્ઝિટ દિશા સૂચન, સ્તેર સહિતના નિયત કરેલા ચેકલિસ્ટ મુજબ ચકાસણી કરી તેનો રિપોર્ટ નાયબ કાર્યપાલક ઈજનેર મારફતે કાર્યપાલક ઇજનેરને પાઠવવાનો રહેશે. જાે અનધિકૃત બાંધકામ ન હોય તો તેનું પ્રમાણપત્ર, આપવાનું રહેશે. અને મોટા પ્રમાણમાં જાે ફેરફાર થયો હોય તો તાત્કાલિક ઉપયોગ બંધ કરાવી બાંધકામ સીલની કાર્યવાહી કરવી અને ડેપ્યૂટી કમિશનરની અનુમતિ મેળવી અનાધિકરતું બાંધકામ દૂર કરવાની કામગીરી તાત્કાલિક કરવાની રહેશે.

• સંબંધિત એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર, આસિસ્ટન્ટ એન્જિનિયર દ્વારા આ પૈકી અંદાજિત ૨૦ ટકા જેટલા મકાનોની અને નાયબ કાર્યપાલક ઈજનેર દ્વારા ૧૦ ટકા મકાનોનું રેન્ડમ વેરિફિકેશન કરવાનું રહેશે.

• ઝોનલ કચેરી દ્વારા કરવામાં આવેલા ચકાસણી અંગેનો સંક્ષિપ્ત અહેવાલ અને કરવામાં આવેલી કામગીરીની વિગતો સાથે દરેક ઝોનલ ડેપ્યૂટી કમિશનર દ્વારા ડે.કમિશનર મારફતે મ્યુનિસિપલ કમિશનર સમક્ષ દર મહિનાના બીજા અઠવાડિયામાં રજૂ કરવાનો રહેશે.

• મ્યુનિસિપલ કમિશનરને રજૂ કરવામાં આવેલો માસિક અહેવાલ નગર વિકાસ અધિકારીએ રેકર્ડ રાખી ઝોન વાઈઝ સંકલિત અહેવાલ જાળવવાનો રહેશે.

• હયાત મકાનોના સુધારા વધારા ની પરવાનગી આપવામાં આવે કે નવા બાંધકામ વપરાશની પરવાનગી આપવામાં આવે તે સાથે વોર્ડ વાઈઝ દેતા સમયાંતરે અપડેટ કરવાનો રહેશે. હયાત મકાનો દૂર કરવામાં આવ્યા હોય કે રિડેવલપમેન્ટની કાર્યવાહી કરવામાં આવી હોય તો તે અંગેનો પણ રેકોર્ડ અપડેટ કરવો પડશે.

• ચકાસણી દરમિયાન સ્થળ ફોટોગ્રાફ્સ લઈને સોફ્ટ કોપી સ્વરૂપે વોર્ડના એડિ. આસિ એન્જિનિયર દ્વારા રાખવાનો રહેશે.

• અમલવારી સંબંધે કોર્ટ મેટર કે દાવાઓ સંબંધે વોર્ડના એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર દ્વારા એડવોકેટની નિમણૂક થાય તે ધ્યાને લઇ નિયત સમય મર્યાદામાં જવાબ આપવા અંગે કાર્યવાહી કરવાની રહેશે.

• કોર્ટ દ્વારા કરવામાં આવેલા વિવિધ ઓર્ડરની સંક્ષિપ્ત નોંધ સંબંધિત ઝોનલ નાયબ કાર્યપાલક ઇજનેરે જાળવવાની રહેશે. અને કોર્ટ સમક્ષ સમયબદ્ધ રીતે રજૂ થાય તે સુનિશ્ચિત કરવાનું રહેશે.

• ઇ-ગવર્નન્સ વિભાગ દ્વારા આ કામગીરી માટે સોફ્ટવેર પ્રોગ્રામ તૈયાર કરવાની કાર્યવાહી કરવાની રહેશે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution