વિદેશમાં મેડિકલમાં ભણવા માટે રશિયાનીકોલેજ વધુ સારી વિઝાની પ્રક્રિયા એકદમ સરળ

નવી દિલ્હી:ભારતમાં મેડિકલ સીટની સંખ્યા ઓછી અને મેડિકલનો અભ્યાસ કરવા ઈચ્છતા સ્ટુડન્ટની સંખ્યા ઘણી વધારે છે. તેના કારણે દર વર્ષે હજારો વિદ્યાર્થીઓ વિદેશમાં મેડિકલ કોલેજમાં એડમિશન લઈને ડોક્ટર બનવાનું સપનું સાકાર કરે છે. ભારતીયના હજારો સ્ટુડન્ટ હાલમાં ચીન, ફિલિપાઈન્સ, રશિયા, યુક્રેન, કઝાખસ્તાન જેવા દેશોમાં મેડિસિન ભણે છે અને હવે તેમની પસંદગી બદલાઈ રહી છે. લેટેસ્ટ ડેટા પ્રમાણે ભારતીય સ્ટુડન્ટની ટોપની પસંદગીમાં ચીન અને યુક્રેન પાછળ રહી ગયા છે જ્યારે તેઓ રશિયાને વધારે પસંદ કરે છે.

હાલમાં લગભગ ૧૫ હજારથી વધારે ભારતીય વિદ્યાર્થીઓ રશિયામાં મેડિકલનો અભ્યાસ કરી રહ્યા છે. ઓરેનબર્ગ સ્ટેટ મેડિકલ યુનિવર્સિટીમાં ભારતીય વિદ્યાર્થીઓના પ્રતિનિધિ ડોક્ટર અશોક પટેલે જણાવ્યું કે હાલમાં ૧૫ હજારથી વધારે ભારતીય સ્ટુડન્ટ મેડિકલનો અભ્યાસ કરે છે. મોટા ભાગના ભારતીય વિદ્યાર્થીઓ અગાઉ ચીન અથવા યુક્રેનમાં ભણતા હતા. પરંતુ બદલાયેલી પરિસ્થિતિમાં તેઓ રશિયા આવી રહ્યા છે. વિઝાની પ્રક્રિયા એકદમ સરળ કરવામાં આવી છે. હવે ઈંગ્લિશ મિડિયમમાં મેડિસિન ભણાવવામાં આવે છે. પાસ આઉટ રેશિયો પણ ઘણો વધ્યો છે. અહીં કોઈ રેસિઝમ - વંશવાદની સમસ્યા નથી. તેમણે ભારતીય કલ્ચર સાથે અનુકુલન સાધ્યું છે. તેઓ બોલિવૂડને પણ જાણે છે અને ભારતીયોને અહીં ઘર જેવું લાગે છે. આ ઉપરાંત રશિયામાં સુરક્ષાને લગતી પણ કોઈ ચિંતા નથી.અગાઉ રશિયાના એમ્બેસેડર ડેનિસ એલિપોવે એવો આશાવાદ વ્યક્ત કર્યો હતો કે એકેડેમિક ડિગ્રીને પરસ્પર માન્યતા આપવા માટે ભારત સરકાર સાથે કોઈ સહયોગ કરી શકાશે. તેનું કારણ છે કે ભારતમાંથી વધુને વધુ વિદ્યાર્થીઓ રશિયામાંથી પ્રોફેશનલડિગ્રી મેળવી રહ્યા છે. તેથી ડોક્ટરોની ડિગ્રીને માન્યતા આપવામાં આવે તે તેમને બીજા કોઈ કોર્સ કરવાની જરૂર નહીં પડે અને સીધા ભારતમાં પ્રેક્ટિસ કરી શકશે.રશિયા અને ભારત વચ્ચે વેપારમાં અસંતુલન છે ત્યારે તેને દૂર કરવા માટે પ્રયાસ ચાલુ છે. રશિયા હાલમાં યુક્રેન સાથે યુદ્ધ લડી રહ્યું છે ત્યારે ભારતે બહુ સંતુલિત થઈને ચાલવું પડે છે. આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ માટે રશિયાની મુલાકાત લેશે જ્યાં તેઓ પ્રેસિડન્ટ વ્લાદિમીર પુટિનને મળશે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution