પેરિસ:મુખ્બાયરનો જન્મ મંગોલિયામાં થયો હતો, પરંતુ બાદમાં તેણે જર્મન નાગરિકત્વ લીધું હતું. વર્ષ ૨૦૨૨માં તે ભારતીય ટીમ સાથે કોચ તરીકે જાેડાઈ હતી. મુખ્બાયારે ઓલિમ્પિકમાં જર્મની અને મંગોલિયા બંનેનું પ્રતિનિધિત્વ કર્યું છે અને રસપ્રદ વાત એ છે કે તેણે બંને દેશો માટે ઓલિમ્પિક મેડલ જીત્યા છે. વર્ષ ૧૯૯૨માં તેણે ૨૫ મીટર એર પિસ્તોલમાં મોંગોલિયા માટે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ત્યારબાદ ૨૦૦૮માં તેણે બેઈજિંગ ઓલિમ્પિકમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ ઈવેન્ટમાં જર્મનીએ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ સિવાય તેણે ૧૦ મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં પણ ભાગ લીધો છે.