ગાંધીનગર-
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનો સમય માંગી તેમની સાથે મળવા માટે પહોંચ્યા છે. મુખ્યમંત્રી અને રાજ્યપાલ વચ્ચે બેઠક થતાં રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. મંત્રીમંડળનું વિસ્તરણ થશે કે મુખ્યમંત્રી રાજીનામું આપશે તેવી વાતો બજારમાં વહેતી થઇ છે. સૌની નજર મુખ્યમંત્રીની પત્રકાર પરિષદ પર મંડરાયેલી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજ્યપાલને મળવા ગયા. આ બાદ પત્રકાર પરિષદ કરશે. ભાજપનાં રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી એકાએક ગુજરાતની મુલાકાતે છે. રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ.સંતોષ ગુજરાત આવ્યા છે. કમલમ ખાતે બંધબારણે બેઠક યોજી છે. પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સાથે બેઠક યોજી છે. પાટિલ સાથે અન્ય ચાર મહામંત્રી પણ બેઠકમાં હાજર રહ્યા હતા. સંગઠન મહામંત્રી રત્નાકરની પણ બેઠકમાં હાજરીસંગઠનાત્મક મિટીંગ હોવાનું ભાજપ સુત્રો માંથી જાણવા મળી રહ્યું છે.