ગાંધીનગર-
આજે CBIની વિશેષ અદાલતે ચુકાદો આપતા બાબરી વિવાદીત ઈમારત તોડી પાડવાના કેસમાં કોંગ્રેસ સરકારે તે સમયે રાજકીય પૂર્વગ્રહ રાખીને ખોટા આરોપો મૂકીને સંતો-મહંતો, વિશ્વ હિન્દુ પરિષદ અને રાજકીય નેતાઓના નામ સામેલ કર્યા હતા. આ તમામ લોકોને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ CBIની વિશેષ અદાલતના આ ચુકાદાને આવકારતાં જણાવ્યું કે, સત્યનો જ વિજય થતો હોય છે. સમગ્ર દેશની ધર્મ અને રાષ્ટ્રપ્રેમી જનતા એ આ ચુકાદાને આવકારે છે. મુખ્યમંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે ચુકાદામાં વિલંબ થયો પણ અંતે સત્યનો વિજય થયો છે. કોર્ટે આ કેસમાં સામેલ હતા જ નહીં તેવા સંતો, મહંતો, ધર્મ અને રાષ્ટ્રપ્રેમી નેતાઓ સહિતના આગેવાનો, નાગરિકોને નિર્દોષ જાહેર કર્યા છે. જે ચુકાદાને ગુજરાત સહિત દેશની જનતાએ આવકાર્યો છે.