ખેડબ્રહ્મામાં સીએમે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરી

સાબરકાંઠા જિલ્લામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની અધ્યક્ષતામાં રાજ્યકક્ષાનો વિશ્વ આદિવાસી દિવસ આર્ડેકતા ઇન્સ્ટિટયૂટ નવી મેત્રાલ, ખેડબ્રહ્મા ખાતે ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રી જણાવ્યું હતું કે મૂળ નિવાસી તરીકે ઓળખાતા આદિવાસીઓ વર્ષો પુર્વેથી આધ્યત્મિક રીતે પ્રકૃતિ સાથે બિરાસા મૂંડાની પૂજા કરતા આવ્યા છે.આદિવાસી સમાજના ભવ્ય ઇતિહાસ અને ગૌરવવંતી સંસ્કૃતિ, પરંપરા અને અસ્મિતાને ટકાવી રાખવાના પ્રયત્નના ભાગરૂપે દર વર્ષે ૯મી ઓગષ્ટના દિવસને “વિશ્વ આદિવાસી દિવસ “ તરીકે ઉજવવામાં આવે છે. છેક અંબાજીથી ઉમરગામ સુધી વસતા આદિવાસી બાંધવોને પ્રાથમિક સુવિધા જેવી કે પાણી, આરોગ્ય, શિક્ષણ તેમજ રોજગારી મળી રહે માટે રાજ્ય સરકાર હર હંમેશ પ્રયત્નશીલ રહી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આદિવાસી વિકાસના આગવા મોડલ તરીકે ગુજરાતને પ્રસ્થાપિત કર્યું છે.ઓગસ્ટ માસ ક્રાંતિનો મહિનો છે. માનગઢમાં ગુરુ ગોવિંદસિંહ હોય કે પાલ દઢવાવમાં મોતીલાલ તેજાવત હોય આઝાદીકાળમાં આદિવાસીઓએ પોતાનુ મહત્નું યોગદાન આપ્યુ છે.ભારત દેશને પ્રથમ આદિજાતિ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ મળ્યા છે. વડાપ્રધાનશ્રીએ આદિમ જુથોના ૩૦ હજાર પરિવારના ૧.૫૦ લોકોના વિકાસ માટે પીએમ જનમન અભિયાન હાથ ધર્યુ છે. માનવીની મુખ્ય જરૂરીયાત આરોગ્ય,શિક્ષણ,રોજગાર,આવાસ અને રસ્તા આદિવાસી લોકોને મળી રહે તે માટે સરકાર દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. વન બંધુ કલ્યાણ યોજના, વન અધિકાર અધિનિયમ, સમરસ છાત્રાલય, સંકલિત ડેરી વિકાસ, દુધ સંજીવની યોજના જેવી મહત્વની યોજનાઓ અમલી બનાવી છે. આદિજાતિ વિકાસ માટે બજેટમાં ખાસ એક લાખ કરોડની જાેગવાઈ કરવામાં આવી હતી. વનબંધુ કલ્યાણ ફેઝ-૨ માં વધુ એક લાખ કરોડ જાેગવાઈ તેમજ ૩૦ હજાર કરોડનું વધુ બજેટ ફાળવવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી આવાસ યોજના, નલ સે જલ, આદિજાતિ વિસ્તારોમાં જીઆઇડીસીની સ્થાપના થકી નવીન રોજગારી થકી જીવનમાં ગુણવત્તા યુક્ત સુધારા આવ્યા છે.  પ્રધાનમંત્રી જનજાતિ વિકાસ અંતર્ગત ઉન્નત ગ્રામ યોજના અંતર્ગત દેશના ૬૩ હજાર ગામોના પાંચ કરોડ આદિજાતિ લોકોનો સો ટકા વિકાસ કરવાની નેમ લીધી છે આદિમ જૂથ એવા જૂથોના વિકાસ માટે પીએમ જન મન અભિયાન અંતર્ગત ૩૦ હજાર પરિવારના ૧.૫૦ લાખ લોકોને મુખ્ય પ્રવાહ સાથે જાેડવા માટેના પ્રધાનમંત્રી જન મન અભિયાન યોજાયું. આદિજાતિ વિસ્તારના બાળકો શહેરી વિસ્તારમાં રહી શિક્ષણ મેળવી શકે તે માટે શૈક્ષણિક સંસ્થાઓ બનાવવામાં આવી છે. આદિજાતિ બાળકોને મેડિકલ અને એન્જિનિયરિંગમાં પ્રવેશ પરીક્ષાઓ માટેના કોચિંગ ક્લાસ અપાવી આદિજાતિ બેઠકો સંપૂર્ણ ભરાય તે રીતે ૩૬૦ ડીગ્રી પરિવર્તન લાવવામાં આવ્યું છે. ૯મી ઓગષ્ટ વિશ્વ આદિવાસી દિનની ઉજવણી નિમિત્તે મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે રાજ્યમાં કુલ રૂ. ૪૧૧.૩૭ કરોડના ૨૨૪૦ કામોનુ ખાતમુહર્ત તથા રૂ.૬૦૨.૭૮ કરોડ ૨૦૫૩ કામોનુ લોકાર્પણ આમ કુલ રૂ. ૧૦૧૪.૧૪ કરોડના કુલ ૪૨૯૩ કામોનુ લોકાર્પણ તથા ખાતમુહર્ત કરવામાં આવ્યુ હતું. જે પૈકી મુખ્યમંત્રીના વરદ હસ્તે સાબરકાંઠા જિલ્લામાં રૂ. ૩૭૬૨.૮૮ લાખના ૨૧૬ કામોનું ખાતમુહર્ત તથા રૂ.૨૦૯૧.૩૭ લાખના ૧૯૭ કામોનુ લોકાર્પણ કરવામાં આવ્યુ હતું. તેમજ વિવિધ વિભાગના ૭૬૧૮ લાભાર્થીઓને રૂ.૪૬૮૨.૦૦ લાખના વ્યક્તિગત લાભો આપવામાં આવ્યા. વિશ્વ આદિવાસી દિવસે આદિવાસી સમુદાયના વિધ્યાર્થીઓએ પરંપરાગત સાંસ્કૃતિક નૃત્ય રજૂ કર્યા હતા. કાર્યક્રમમાં મુખ્યમંત્રીના હસ્તે આ વિસ્તારના બાળકના હસ્તે લખાયેલ કાવ્ય ગ્રંથનું વિમોચન કર્યુ હતુ. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ભારતીબેન પટેલ, હિંમતનગર ધારાસભ્ય વીડી ઝાલા, રમણલાલ વોરા પ્રાંતિજ ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, અધિક મુખ્ય સચિવ જીપી ગુપ્તા તેમજ જિલ્લાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution