હિમાચલમાંવાદળ ફાટયા ઃ૧૫ના મોતઃ૫૦ લાપતા

શીમલા:હિમાચલ પ્રદેશમાં વરસાદે તબાહી મચાવી છે. અનીના નિરમંડ, કુલ્લુના મલાના, મંડી જિલ્લાના થલતુખોડ અને ચંબા જિલ્લામાં બે સ્થળોએ વાદળ ફાટ્યા હતા. વાદળ ફાટવાને કારણે અનેક મકાનો, શાળાઓ અને હોસ્પિટલોને નુકસાન થયું છે. ત્રણેય સ્થળોએ લગભગ ૫૦ લોકો ગુમ થયા છે. ચાર મૃતદેહ મળી આવ્યા છે. અહીં ૩૫ લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવાયા છે. વાદળ ફાટવાની ઘટના બાદ મંડી વિસ્તારની તમામ શાળાઓ અને શૈક્ષણિક સંસ્થાઓ બંધ કરી દેવામાં આવી છે. મંડીના થલતુખોડમાં મધરાતે વાદળ ફાટતા ભારે તારાજી સર્જાઈ હતી. અહીં મકાન તૂટી પડવાની માહિતી છે. રોડ કનેક્ટિવિટી પણ ઠપ્પ થઈ ગઈ છે. જીડ્ઢઇહ્લ સહિત અન્ય ટીમો ઘટનાસ્થળે રવાના થઈ ગઈ છે. થલતુખોડ પંચાયતના વડા કાલી રામે જણાવ્યું હતું કે તેરાંગ અને રાજબન ગામમાં વાદળ ફાટવાની ઘટના બની છે. આ ઘટનામાં ઘણા લોકો ગુમ છે. ત્રણ મકાનો ધોવાઈ ગયા હોવાના અહેવાલ છે.પધાર સબ ડિવિઝનના થલતુખોડમાં વાદળ ફાટવાની ઘટનામાં નવ લોકો ગુમ થયાની માહિતી મળી છે, એક લાશ મળી આવી છે. જ્યારે ૩૫ સલામત છે. મંડી જિલ્લા પ્રશાસને બચાવ માટે એરફોર્સને એલર્ટ કરી દીધી છે. જ્યારે મદદની જરૂર પડશે ત્યારે સેવાઓ માંગવામાં આવશે. એનડીઆરએફને પણ મદદ માટે વિનંતી કરવામાં આવી છે.પધાર સબ ડિવિઝનના થલતુખોડમાં વાદળ ફાટવાની ઘટનામાં નવ લોકો ગુમ થયાની માહિતી મળી છે, એક લાશ મળી આવી છે. જ્યારે ૩૫ સલામત છે. મંડી જિલ્લા પ્રશાસને બચાવ માટે એરફોર્સને એલર્ટ કરી દીધી છે. જ્યારે મદદની જરૂર પડશે ત્યારે સેવાઓ માંગવામાં આવશે. એનડીઆરએફને પણ મદદ માટે વિનંતી કરવામાં આવી છે.આ સિવાય શિમલા-કુલુ બોર્ડર પર વાદળ ફાટવાને કારણે તબાહી મચી ગઈ છે. અનેક મકાનો, શાળાઓ અને હોસ્પિટલોને નુકસાન થયું છે. ઘણા લોકો લાપતા હોવાના અહેવાલ છે. રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. જીડ્ઢઇહ્લની ટીમ ઘટનાસ્થળે રવાના થઈ ગઈ છે. મળતી માહિતી મુજબ, કુલ્લુના ર્નિમંડ વિસ્તારમાં વાદળ ફાટ્યું છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution